Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ગીર-સોમનાથ દ્રારા દ્રિ-ચક્રિય વાહનોના સીરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરની હરાજી

 ગીર-સોમનાથ, તા.૦૬ : સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ગીર-સોમનાથ દ્રારા દ્રિ-ચક્રિય વાહનોની બાકી રહેલ નંબરની સીરીઝ જી.જે.૩૨.પી અને ફોરવ્હિલ વાહનોની બાકી રહેલ નંબરની સીરીઝ જી.જે.૩૨ કે. મા ગોલ્ડન-સીલ્વર નંબરો માટેની હરાજી તા.૨૪-૦૮-૨૦૨૦ ના રોજ ખોલવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલીકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ- માં ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી શકાશે.તા. ૧૭ થી ૧૯-૦૮-૨૦૨૦ સુધી હરાજી માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે. તા.૨૦ થી ૨૧-૦૮-૨૦૨૦ ના રોજ હરાજી  ની બોલી ઓપન થશે. તા.૨૪-૦૮-૨૦૨૦ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બિરલા મંદિર વેરાવળ ખાતે જમા કરાવવાનું રહેશે. વાહન વેચાણ તારીખ થી ૬૦ દિવસની અંદરના અરજદારો હરાજીમાં ભાગ લઈ શકશે. સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે

(9:47 pm IST)