Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અંતે કચ્છમાં મેઘમહેર- માંડવી, મુન્દ્રા અઢી ઈંચ, અંજાર , અબડાસા, ભચાઉ બે ઈંચ સહિત સર્વત્ર વરસાદ

કારાઘોઘા-બરાયા ડેમ ઓવરફ્લો, ભચાઉ ગાંધીધામ હાઇવે ઉપર પાણી

ભુજ : કચ્છમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યા પછી વરસાદ છૂટો છવાયો રહ્યો છે. આજે પણ સવારથી ઘેરાયેલા આકાશ વચ્ચે બપોર પછી ધીમે ધીમે શરૂ થયેલા વરસાદ પછી સાંજે મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરી છે. ખાસ કરીને આજે મુન્દ્રામાં અને માંડવીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. મુન્દ્રામાં થયેલા વરસાદને પગલે કારાઘોઘા બરાયા ડેમ ઓવર ફ્લો થઈ ગયો છે. તો, રાપરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. પણ, અંજાર, ભચાઉ અને અબદાસમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. હજીયે વરસાદી માહોલ જામ્યો છે. ભચાઉ ગાંધીધામ હાઇવે ઉપર, મુન્દ્રા અને માંડવી શહેરમાં વરસાદને પગલે પાણી ભરાયા હતા.

(8:05 pm IST)