Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મુન્દ્રામાં દે ધનાધન અઢી ઇંચ, કચ્છમાં અન્યત્ર છૂટો છવાયો વરસાદ કારાઘોઘા-બરાયા ડેમ ઓવરફ્લો, ભચાઉ ગાંધીધામ હાઇવે ઉપર પાણી

ભુજ : કચ્છમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યા પછી વરસાદ છૂટો છવાયો રહ્યો છે. આજે પણ સવારથી સાંજ સુધી ઘેરાયેલા આકાશ વચ્ચે વરસાદ ક્યાંક વધુ તો ક્યાંક ઓછો પડયો છે. ખાસ કરીને આજે મુન્દ્રામાં બપોરે દે ધનાધન બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જેને પગલે કારાઘોઘા બરાયા ડેમ ઓવર ફ્લો થઈ ગયો છે. તો, રાપરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. ભુજ, અંજાર, માંડવી સહિત કચ્છમાં અન્યત્ર છૂટો છવાયો વરસાદ છે. હજીયે વરસાદી માહોલ જામ્યો છે.

 
(8:04 pm IST)