Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રાજકોટ જિલ્લાના ૯ ગામ- શહેરોના વિસ્તારોનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ

જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરાશે

રાજકોટઃ  રાજકોટ શહેર અને જિલ્લાના જે વિસ્તારમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯નો પોઝીટીવ કેસ નોંધાયેલ હોય તે વિસ્તારોને આ વાયરસના ઝડપી સંક્રમણને ખાળવા માટે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને ૧૪ દિવસ સુધી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે.

જેમાં લોધીકા તાલુકાના કાંગસીયાળી ગામની સરદાર હાઇટસ વીંગ ડી-૧૦૩, ધોરાજી ગામના વોરાવાડ અને બહારપુરા,  કોટડાસાંગાણી ગામની નગીના મસ્જીદ શેરી, જેતપુર તાલુકાના કાગવડ ગામે બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ઉપલેટા ગામનો બડા બજરંગ રોડ અને સોની વાડી પાસેનો વિસ્તાર, ગોંડલ તાલુકાનું મેતા ખંભાળીયા ગામ, ગોંડલમાં મહાકાળી નગર-૨, નંદનવન સોસાયટી, ગોટેચા મેન્શન શેરી, કોલેજ ચોક પાસેના વિસ્તાર વગેરેનો સમાવેશ થાય છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે. રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવેલ છે. સરકારી ફરજ/કામગીરી ઉપરાંતના કોઈ પણ પોલીસ, હોમગાર્ડ, સરકારી કર્મચારી, અર્ધ સરકારી એજન્સી, સરકારી/પ્રાઇવેટ દવાખાનાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યકિત કે જેઓ કાયદેસર ફરજ ઉપર હોય તેઓને તથા આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પરવાનગી ઇશ્યુ કરવામાં આવેલ છે, તે વ્યકિતઓને આ હુકમો લાગુ પડશે નહી.

(2:48 pm IST)