Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

લાલપુરના મોડપરમાં ર, મોટા વડાળા-ધુતારપુરમાં પોણા ર ઇંચ વરસાદ

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર

જામનગર, તા. ૬ : જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ર ઇંચ વરસાદ પડયો છે.

જામનગરના ધુતારપુરમાં પોણા બે ઇંચ, અલીયાબાડા, જામવંથલી, ફલ્લા, વસઇમાં ઝાપટા વરસ્યા છે.

જોડીયાના હડીયાણા, બાલંભા, ધ્રોલના લતીપુરમાં ઝાપટા પડયા છે.

આ ઉપરાંત જાલીયાદેવાણી, લૈયારામાં દોઢ ઇંચ, કાલાવડ, મોટા વડાળામાં પોણા ર ઇંચ, નિકાવા, ખરેડી, ભ.ભેરાજામાં દોઢ ઇંચ, નવાગામ, મોટા પાંચદેવડામાં એક ઇંચ વરસાદ પડયો છે.

જામજોધપુરના ધુનડામા દોઢ ઇંચ તથા સમાણા, શેઠવડાળા, જામવાડી, વાંસજાળીયા, ધ્રાફા, પરડવામાં ઝાપટાથી એક ઇંચ વરસાદ પડયો છે.

લાલપુરના મોટા ખડબામાં ર ઇંચ તથા ભણગોરમાં ઝાપટા પડયા છે.

(2:45 pm IST)