Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રાણાવાવ બરડા ડુંગરમાં ૧૬ હજારના દેશી દારૂ સાથે યુવાન ઝડપાયો : ૧ ફરાર

પોરબંદર,તા.૬: રાણાવાવ બરડા ડુંગરની ગંડીયાવાળા નેશમાંથી ૧૬ હજારના દેશી દારૂ સાથે ગંડીયાવાળા નેસના કરશન કાનાભાઇ કોડીયાતને પકડી પાડેલ છે. અન્ય એક યુવાન નાસી ગયેલ છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષકડો.રવિ મોહન સૈની દ્વારા આગામી દિવસોમા જન્માષ્ટમીનો તહેવાર આવનાર હોય જેથી જિલ્લામા પ્રોહી/જુગારની બદી નાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર એલસીબી પીઆઇ કે.આઇ.જાડેજા સા. ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એમ.ગઢવી પો.સ્ટાફ સાથે એલ.સી.બી. ઓફીસ હાજર હતા તે દરમ્યાન પીએસઆઇ એન.એમ.ગઢવી તથા હેડ કોન્સ. ગોવિંદ મકવાણાને મળેલ સંયુકત ચોકકસ હકિકત આધારે બરડાડુંગર વિસ્તારના ગંડીયાવાળાનેશમા રહેતો આરોપી કરશન કાનાભાઇ કોડીયાતર, ઉ.વ-૧૯, રહે, ગંડીયાવાળાનેશ, બરડાડુંગર, તા.રાણાવાવ, જી.પોરબંદરવાળાના રહેણાંક મકાનની પાછળના ભાગે ટેકરામાંથી ગે.કા. વગર પાસ પરમીટે દેશી પીવાના દારૂના ૫૦-૫૦ લીટર ભરેલ બાચકા નંગ-૧૬ કુલ દેશીદારૂ લીટર- ૮૦૦ કિ.રૂ. ૧૬,૦૦૦ર્ં/- તથા મો.ફોન નંગ-૦૧, કિ.રૂ. ૩,૦૦૦/- તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ હયુન્ડાઇ કંપનીની વર્ના કાર રજી. નં. GJ-18-AC–4206 કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૬૯,૦૦૦/- નો મુદામાલ સાથે મળી  પકડી પાડેલ છે.

દરોડો  દરમિયાન આરોપી કરશન જેસાભાઇ મોરી, રહે, હાલ રાણપર, મુળ રહે, ફુલજરનેશ, બરડાડુંગર, તા.રાણાવાવ, નાસી ગયેલ છે. બન્ને સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હા રજીસ્ટર  નોંધેલ છે.

આ કામગીરી કરનાર આ કામગીરીમા પોરબંદર એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી તથા  એએસઆઇ રમેશભાઇ જાદવ,બટુકભાઇ વિંઝુડા, તથા હેક કોન્સ. સલીમ પઠાણ, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, કોન્સ. દિલીપભાઇમોઢવાડીયા, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતા.

(1:16 pm IST)