Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અમરેલીના લાલાવદરમાં ૬૩ હજારનો દારૂ ભરેલ કાર સાથે સાવરકુંડલાનો શખ્સ ઝબ્બે

અમરેલી,તા. ૬: અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી તાલુકાના લાલાવદર ગામની હદમાં લાલવદરથી ઇશ્વરીયા જતા ગાડા માર્ગે આવેલ પ્રોહી બુટલેગર જગુભાઇ વાલાભાઇ વાળાની વાડીએ વિદેશી દારૂની થતી હેરા-ફેરી પકડી પાડેલ છે.

હકીકત મળેલ કે, લાલાવદર ગામની હદમાં લાલવદરથી ઇશ્વરીયા જતા ગાડા માર્ગે આવેલ પ્રોહી બુટલેગર જગુભાઇ વાલાભાઇ વાળાની વાડીએ સાવરકુંડલાના હકુભાઇ મુળુભાઇ વાળા પોતાની વર્ના કાર રજી. નંબર જી.જે.૧૪.ઇ.૯૪૪૨ ની લઇને આવેલ છે અને આ હુકભાઇ વાળા તથા જગુભાઇ વાળા એમ બન્ને મળી દારૂની હેર-ફેર કરી, દારૂના નાણા અંગે લેતી-દેતી કરનાર છે તેવી બાતમી મળતાં રેઇડ કરતાં હ્યુન્ડાઇ વર્ના કારમાં વિદેશી દારૂની હેર-ફેર કરતાં હકુભાઇ મુળુભાઇ વાળા, (ઉ.વ. ૪૨) રહે.સાવરકુંડલા, પંચવટી સોસાયટી, મહુવા રોડ

વિદેશી દારૂની બોટલ નંગ – ૧૮૦, કિં.રૂ.૬૩,૦૦૦/- તથા હ્યુન્ડાઇ વર્ના કાર રજી.નં. જી.જે.૧૪.ઇ.૯૪૪૨, કિં.રૂ.૨,૦૦,૦૦૦/- દારૂની લેતી-દેતીનાં રોકડા રૂ.૪૭,૮૦૦/- તથા મોબાઇલ ફોન – ૧ કિં.રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ.૩,૧૫,૮૦૦/- નો મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ.

પકડાયેલ ઇસમની પુછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો પોતે પ્રોહી બુટલેગર જગુભાઇ વાલાભાઇ વાળા પાસેથી મેળવેલ હોવાનું જણાવતાં બંને ઇસમો વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને આરોપી જગુભાઇ વાલાભાઇ વાળાને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

(1:12 pm IST)