Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ધોળા બાયપાસ ક્રોસિંગ પર ૨૬ કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ બનાવાશે

જૂનાગઢ, ગિરસોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના વિસ્તારના લોકોને મોટી રાહતઃ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની લાંબી લડત બાદ સફળ રજૂઆત

સાવરકુંડલા,તા.૬ :  ભાવનગર જિલ્લાના ધોળા ક્રોસિંગપર રાજય સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવતા સૌરાષ્ટ્રના પાંચ જેટલા જીલ્લાના લોકોને અમદાવાદ ગાંધીનગર અને વલભીપુર જવા માટે આગામી સમયમાં મોટી રાહત મળશે રાજય સરકાર દ્વારા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સતત રજુઆતના કારણે મંજુર કરી વર્ક ઓર્ડર ઈશ્યુ અમદાવાદ જતા લોકો મોટી રાહત મળી છે

 અમરેલી,બોટાદ,ગઢડા,ગિરસોમનાથ તેમજ જૂનાગઢ જિલ્લાના અમુક તાલુકાના  વાહન ચાલકોને અમદાવાદ ગાંધીનગર અને વલભીપુર જતા હોય છે જેઓને અહીંનું ધોળા રેલવે ક્રોસિંગ પરનો ટ્રાફિક ભારે અડચણરૂપ બનતો હોય જેના કારણે સમય પણ બરબાદ થાઈ છે અહીં એક લાંબો ઓવરબ્રિજ કાઢવા માટે વર્ષોથી લોકો અને આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી પણ રેલવે વિભાગ અને રાજય સરકારના સંકલનના અભાવે કામગીરીમાં ભારે વિલંબ થતો હતો

ત્યારે બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ૨૦૧૭માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ને આવતા તેઓ દ્વારા આ ધોળા રેલ્વે ક્રોસિંગ પર ઓવરબ્રિજની બનાવવાની સતત રાજય સરકારમાં અને રેલવે વિભાગમાં રજુઆત કરતા તેનું સુખદ પરીણામ મળતા આજે રાજય સરકાર દ્વારા અહીં ધોળા રેલવે ક્રોસિંગપર રૂપિયા ૨૬ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની વહીવટી મંજૂરી આપી વર્ક ઓર્ડર ઈશ્યુ કરતા અહીંથી પસાર થતા સૌરાષ્ટ્રના મોટાભાગના રાહદારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી

 આ બાબતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે ધોળ રેલવે ફાટકપર એક ઓવરબ્રિજની તાતી જરૂર હતી ઘણા સમયથી રજુઆત હતી કારણકે અહીં અમદાવાદ જવા માટે અહીં ફાટક પાસે ખુબજ મુશ્કેલીઓ પડતી હતી પણ હવે ઓવરબ્રિજ બન્યાબાદ મોટી ટ્રાફિક સમસ્યાઓમાંથી લોકોને રાહત મળશે.

(1:11 pm IST)