Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જામનગરમાં ઘોર બેદરકારી : પીપીઇ કિટ - ગ્લોવ્ઝ રસ્તે રઝળતા મળ્યા

સરકારી કોવિડ કેર સેન્ટર પાસેથી બિયરની ખાલી બોટલ - ટીન પણ નજરે પડ્યા

જામનગર : તસ્વીરમાં પીપીઇ કિટ - ગ્લોવ્ઝ - બિયરના ટીન નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

જામનગર તા. ૬ : જામનગરમાં આરોગ્યતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કોરોના કહેર વચ્ચે રણજીતનગરમાં આવેલા સરકારી કોવિડ કેર સેન્ટરની બહાર જ PPE કીટ અને સર્જીકલ ગ્લોવ્ઝ રસ્તે રઝળતા મળી આવ્યા છે. સાથે સાથે અહીંથી પ્રતિબંધિત દારૂ અને બિયરના ખાલી બોટલ અને ટીન પણ જોવા મળી રહ્યા છે.

રણજીતનગર વિસ્તારમાં આવેલા પ્રણામી સ્કુલ પાસેની રાજય વીમા કર્મચારી યોજનાની સરકારી હોસ્પિટલ કે જયાં હાલ કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે ત્યાં જ હોસ્પિટલની બહાર રસ્તે રઝળતા PPE કીટ અને સર્જીકલ ગ્લોવ્ઝ જોવા મળ્યા છે.

કોરોનાની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાતી PPE કીટ અને સર્જીકલ ગ્લોવ્ઝનો ખુલ્લામાં નિકાલ કરતા લોકોને ચેપ લાગે તે પ્રકારે નિકાલ કરવામાં આવ્યો છે. આરોગ્યતંત્રની ઘોર બેદરકારી છે એ સામે આવી છે. ત્યારે આવી ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ? તે તપાસનો વિષય છે.(

(1:10 pm IST)