Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ચાવંડ ચેકપોસ્ટથી અમરેલી જીલ્લામાં ગઇકાલે પ્રવેશેલા પ૮ર લોકોમાંથી ૪૦ બિમારઃ બસના આવન જાવન પર પ્રતિબંધ

કોરોનાનો લોકલ સંક્રમણનો દૌર શરૃઃ અમરેલી, કુંડલા, બગસરામાં સૌથી વધુ કેસ

અમરેલી તા.૬ :  કોરોનાનાં સંક્રમણને રોકવા માટે અનલોક વચ્ચે પણ આજથી સુરતથી આવતી જતી એસટી અને ખાનગી બસ ઉપરવધુ ૭ દિવસ પ્રતિબંધ લંબાવાયો છે તો બીજી તરફ અમરેલીમાં કોરોના ચરમસીમા તરફ જઇ રહયો છે. છેલ્લા ર૪ કલાકમાં  કોરોના ૩૦ પોઝીટીવ કેસ સામે આવ્યા છે. ગઇકાલે ૧૮ કેસ આવ્યા બાદ આજે ૩૦ કેસ નોંધાતા કુલ કેસ પ૪૩ થયાં છેઅ ને આજ સુધીમાં ૩૪૩ લોકો સાજા થયા છે.

કોરોનાનાં લોકલ સંક્રમણનોદોર શરૂ થયો છે. અમરેલી, કુંડલા, અને બગસરામાં સૌથી વધુ કેસ આવી રહયા છે. આજે ચાવંડ ચેકપોસ્ટ ઉપરથી વધુ પ૮ર લોકો જિલ્લામાં આવ્યા હતા અને તેમાંથી ૪૦ બીમાર મળ્યા છે. તંત્ર દ્વારા જિલ્લામાં લેવાયેલ ૩૦૦ રેન્ડમ સેમ્પલમાંથી સવાસો સેમ્પલની લેબ થતા રર પોઝીટીવ મળી આવ્યા છે અને ૧૭૭ રેન્ડમ તથા દાખલ થયેલાના ૧પ રિપોર્ટ પેન્ડીંગ છે. આજે બુધવારે સવારે ધારીની આંબલી શેરીમાં ૭પ વર્ષના મહિલા, અમરેલી રૂપમ સીનેમા પાસે, ૪૮ વર્ષના પુરૂષ, અમરેલી લીલાવર ચોકના, બગસરા કુંકાવાવ નાકે મહિલા, બાબરા જીઆઇડસીનો યુવાન, બાબરાના ખીજડીયા કોટડામાં વૃધ્ધ, પીઠવાજાળમાં મહિલા, કુંડલાની ગાંધીગ્રામ સોસાયટીમાં વૃધ્ધ, બિનાકા ચોકનાવૃધ્ધ,જાફરાબાદમાં ૪પ અને ર૦ વર્ષની મહિલા, રાજુલા ગાયત્રી મંદિર પાસે યુવાન, અમરેલી શાસ્ત્રીનગરના આધેડ, બટારવાડીનો યુવાન, કુંડલાના મેરીયાણાનો યુવાન, કુંડલામાં આધેડ અને પ્રૌઢ,બ ગસરાના અમરાપરામાં વૃધ્ધ અને  આધેડ બગસરાના વાંજાવાડમાં યુવતી, તોરીની યુવતી, મોટા આંકડીયાના વૃધ્ધ, ચલાલાના યુવાન, કુંડલાના યુવાન, કુંકાવાવના અનીડાની મહિલા, જાફરાબદાનો ૧૯વર્ષનો યુવાન, રાજુલાના ૬૦ વર્ષના વૃધ્ધ, કુંડલામાં ૩૦ વર્ષનો યુવાન, દામનગરના નારાયણનગરના વૃધ્ધ અને કુંકાવાવના નાજાપરના આધેડ મહિલા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

આ ઉપરાંત અમરેલીના કોરોના શંકાસ્પદ વોર્ડમાં વધુ ર૦ દર્દીઓ દાખલ થયા છે. જેમાં અમરેલીના ચકકરગઢ રોડ, ચિતલ રોડ, અમરેલી શાકમાર્કેટ પાસે,અમરેલી સીમંધર સોસાયટીમાં ર, નારાયણનગર લાઠી, પીયાવા, રૂગનાથપુર, જેશીંગપરા શેરી નં.ર, ચલાલા તળાવ વિસ્તાર, મોટા આંકડીયા, કુંડલાનું વિજયાનગર, બગસરા વાલ્મીકીવાસ, અમરાપરા, બગસરા વાંજાવાડ, અમરેલી બહારપરા, બગસરાના જુની હળીયાદ, નાજાપુર, અમરેલીના લાઠી રોડ, જશોદાનગરનો સમાવેશ થાય છે.

(1:07 pm IST)