Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જામનગરમાં નકલી ઘી બનાવનાર ઝડપાયો

જામનગર તા.૬ : પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંઘલ દ્વારા આગામી જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને અસામાજીક પ્રવૃતિ જીલ્લામાંથી નાબુદ થાય તેમજ નાગરીકોના જાહેર સ્વાસ્થ્ય ચેળા કરી ખાધ્ય પદાર્થમાં ભેળસેળ કરતા ઇસમો પર વોચ રાખવા સુચના મળતા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર કે.એલ. ગાધેના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન હેડ કો. દિનેશભાઇ તથા  પો.કો. સંજયભાઇ પરમારને હકકીત મળેલ કે હનીફભાઇ અબ્દુલભાઇ જીંદાણી કુરેશી (ઉ.વ.૩ર) (રહે. ખોજાનાકા, ચાકીવાડ, મચ્છીપીઠની બાજુમાં, જામનગર વાળા પોતાના મકાનમાં ભેળસેળ યુકત શંકાસ્પદ ઘી બનાવે છે.

જેથી બાતમી વાળી જગ્યાએ ડેઝીગ્નેટેડ ઓફિસર શ્રી તથા ફુડ સેફટી ઓફિસર સાથે રઇડ કરતા મજકુર પોતાના રહેણાંક મકાનમાં વનસ્પતિ ઘી તથા વનસ્પતિ માખણ તથા એસેન્સ તથા ભેળસેળ માટેના અન્ય પદાર્થ મીશ્રીત કરી તેમાંથી શંકાસ્પદ  ભેળસેળ યુકત ઘી  અન્ય ચીજવસ્તુઓ જેમાં (૧) એલ્યુમીનીયમના ભેળસેળ યુકત ઘી ભરેલ કિટલા નંગ ૧૮ જેમાં કુલ કિટલા સહિતની કિ. રૂ.૮ર,૮૦૦ (ર) એલ્યુમીનીયમ મોટુ કેન જેમાં ભેળસેળ યુકત ૪૦ કિલો ઘી ભરેલ છે જે કેન સહિત ૪૦ કિલો ઘી ની કુલ કિ. રૂ.૧ર,૩૦૦ (૩) વનસ્પતિ ઘી ભરેલ પતરાના નંગ ૧૭ કુલ કિ. રૂ.૩૪,૦૦૦ (૪)વનસ્પતિ માખણ ૩૦ કિલો કુલ રૂ.૩૦૦૦, (પ) ભેળસેળ યુકત ઘી બનાવવા માટે વાપરવામાં આવેલ અન્ય ચીજવસ્તુઓની કુલ કિ. રૂ.૩૮પ૦ એમ કુલ કિ. ૧,૩પ,૯પ૦નું શંકાસ્પદ ભેળસેળ યુકત ઘી તથા અન્ય ચીજવસ્તુઓ મળી આવેલ જે કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. કે.એલ.ગાધે તથા પો.સ.ઇ. વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. મહેશભાઇ સવાણી, હિતેષભાઇ ચાવડા, જ્ઞાનદેવસિંહ જાડેજા, પો. હેડ. કોન્સ. બસીરભાઇ મલેક, અનિરૂધ્ધસિંહઝાલા, હિતેષભાઇ ચાવડા, ઘનશ્યામભાઇ ડેરીવાળીયા, મયુદીન સૈયદ, રમેશભાઇ ચાવડા, અરજણભાઇ કોડીયાતર, દિનેશભાઇ સાગઠીયા, રાયદેભાઇ ગાગીયા, દોલતસિંહ જાડેજા તથા પો. કોન્સ. સોયબભાઇ મકવા, સંજયભાઇ પરમાર, રવિભાઇ બુજડ, લાલુભા જાડેજા તથા પ્રિયંકાબેન ગઢીયા તથા ડ્રા. પો. કોન્સ. દયારામભાઇ ત્રિવેદી, સહદેવસિંહ ચૌહાણનાઓએ કરેલ છે.

(1:03 pm IST)