Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

માંગરોળમાં બીજા દિવસે પણ પોણો ઇંચ વરસાદ : અન્યત્ર વરસાદી માહોલ

જૂનાગઢ તા. ૬ : માંગરોળમાં આજે બીજા દિવસે સવારમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૪૭૦ મીમી (૧૯ ઇંચ) વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ માંગરોળ અને વિસાવદર ખાતે ખાબકયો હતો.

જુનાગઢમાં રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું. સવાર સુધીમાં જુનાગઢમાં ૪૦ મીમી પાણી પડયાનું નોંધાયું હતું.

માંગરોળ પંથકમાં ગઇકાલે ત્રણ ઇંચ વરસાદ થયા બાદ આજે પણ સવારના ૬ વાગ્યાની આસપાસ ફરી મેઘાએ મંડાણ કરી દીધા હતા અને થોડી જ વારમાં ૧૪ મીમી વરસાદ થતાં પાણી પાણી થઇ ગયું હતું.

માંગરોળ સિવાય જિલ્લાના અન્ય વિસ્તારમાં વરસાદના વાવડ નથી પણ વરસાદી માહોલ હોય ગમે ત્યારે મેઘરાજા એન્ટ્રી કરે તેવી શકયતા જોવાઇ રહી છે.(

(1:02 pm IST)