Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જુનાગઢ જિલ્લામાં કોરોનાનો કેર, કુલ કેસ ૧૦૦૦ને પારઃ ૧પ૮ કેસ એકટીવ

બુધવારે એક જ દિવસમાં ૬પ દર્દી ડીસ્ચાર્જ થયા

જુનાગઢ, તા., ૬: જુનાગઢ જિલ્લામાં કોરોનાનો કેર યથાવત રહયો છે કુલ કેસ ૧૦૦૦ને પાર થઇ ગયા છે.

ગઇકાલે જિલ્લામાં વધુ નવા રપ પોઝીટીવ કેસ સામે આવ્યા હતા. જેમાંથી ર૦ કેસ જુનાગઢના સીટીના હતા જુનાગઢમાં ૧૬ વર્ષની સગીરા અને ૧૯ વર્ષીય યુવતી સહીત ર૦ દર્દીઓ રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થઇ ગયું હતું.

નવા રપ કેસ સાથે કુલ પોઝીટીવ કેસ વધીને ૧૦૧૦ થયા છે. જેમાં ૮પ૬ દર્દી સાજા પણ થયા છે જો કે હજુ ૧પ૮ કેસ એકટીવ છે. ગઇકાલે એક જ દિવસમાં જુનાગઢ સીટીના ૪પ સહીત કુલ ૬પ દર્દી સ્વસ્થ થતા તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

ગુરૂવારે કોવીડને લઇ બે દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા. જુનાગઢ જિલ્લામાં કોરોના ૧૦૦૦ને પાર થઇ જતા લોકોએ વધુ સાવધાની રાખવાની આવશ્યકતા છે.

(1:01 pm IST)