Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જેતપુરમાં કોરોના વિસ્ફોટ એક જ દિ'માં ૧૫ કેસ : પીએસઆઇ વસાવા પોઝીટીવ

જેતપુર તા.૬ : કોરોનાની મહામારી શહેરને પણ ભરડામાં લીધુ હોય બે ચાર કેસથી વધી દરરોજ ૭-૮ કેસ નોંધાતા હોય ગઇકાલે એક જ દિવસમાં ૧પ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે.

ગઇકાલે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર મળી ૧પ કેસ નોંધાયા જેમાં ૧૧ શહેર ૪ ગ્રામ્ય વિસ્તારના હતા. (૧) મીલીન્દ મહેન્દ્રભાઇ નંદાણીયા (ઉ.વ.રપ) રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ (ર) સીટી પીએસઆઇ વી.બી.વસાવા (ઉ.વ.૩૮) પટેલનગર માતા પુત્ર (૩) ધર્મેશભાઇ જેન્તીભાઇ વસાણી (ઉ.વ.૪ર) (૪) જયશ્રીબેન જેન્તીભાઇ વસાણી (પ) મુકેશભાઇ પરસોતમભાઇ મકવાણા (ઉ.વ.૩ર) તાલુકા પંચાયત પાછળ (૬) સંજયભાઇ ભનુભાઇ ખાચરીયા (ઉ.વ.પ૦) ખોડપરા (૭) કોમલબેનબાલધા (ઉ.વ.૩ર) બહેરા મુંગા સ્કુલ પાસે (૮) ચેતનાબેન અરવિંદભાઇ બાબરીયા (ઉ.વ.૪ર) અમરધામ સોસા. (૯) ભરત જયેશભાઇ ગંગાજળીયા (ઉ.વ.૧૭) બાપુની વાડી (૧૦) પરાગ સતીષભાઇ ટાંક (ઉ.વ.૩૬) કડવા પાટીદાર સમાજ પાસે (૧૧) પંકજભાઇ નર્મદા શંકર ત્રિવેદી (ઉ.વ.૬૧) તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિરપુર ગામે રહેતા ગૌરવ અરવિંદભાઇ ગાજીપરા (ઉ.વ.ર૮) બંસીબેન ગૌરવભાઇ ગાજીપરા (ઉ.વ.ર૬) સ્ટેશન વાવડી ગામે રહેતા બાબુભાઇ ભીખુભાઇ ભુવા (ઉ.વ.૬૦) ચારણીયા ગામે રહેતા સવીતાબેન લક્ષ્મણઇભાઇ શીંગાળા મળી કુલ ૧પ કેસ નોંધાયા હતા. આજે ૩ કેસ નોંધાતા કુલ ૧ર૮ કેસો નોંધાયા છે. હિમાંશુભાઇ (ઉ.વ.૩૬) આસોપાલવ એપાર્ટમેન્ટ સુરજવાડી પાસે અને ચારણીયા ગામે રહેતા અશ્વિનભાઇ ધીરૂભાઇ માથુકીયા (ઉ.વ.૩પ)નો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા આરોગ્ય ટીમે કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં પોઝીટીવ કેસોની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હોય લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાથે સાથે બેદરકારી પણ લોકોની વધતી જાય છે. માસ્ક પહેરવાનું લોકો ભુલવા મંડયા છે. પોલીસને જોતા જ માસ્ક કે રૂમાલ પહેરી લે છે. દંડની બીક છે પરંતુ કોરોનાની બીક નથી. જેના પરિવારના કોઇ સભ્યને કોરોના પોઝીટીવ આવ્યો હોય આરોગ્યની ટીમ દ્વારા તેના પરિવારને કોરન્ટાઇન કર્યા હોવા છતાં તેઓ બીન્દાસ ફરે છે. રેકડીઓમાં ખરીદી કરવા પણ જાય છે અને દુકાનો પણ ખુલ્લી રાખે છે. જેના કારણે સંક્રમણનો ભય રહે છે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

નગરપાલિકા  દ્વારા સંક્રમણને ન ફેલાય માટે ફેરીયાઓ ચા ની રેકડી, પાનના ગલ્લા, નાના દુકાનદારો તમામનું હેલ્થ ચેકઅપ કરી હેલથ કાર્ડ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે દરરોજ બપોરે ર થી પ કલાક દરમિયાન જુના સરકીટ હાઉસ બસ સ્ટેન્ડ સામે ખાતેથી કરવામાં આવે છે. કોરોનાથી ફેરીયાઓનો પોઝીટીવ કેસ પણ નોંધાયો છે.

(1:00 pm IST)