Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જુનાગઢમાં વિડીયો કોન્ફરન્સની રૂ. ર૪.૧૩ કરોડના વિકાસ કામોનું વિજયભાઇના હસ્તે ખાત મુર્હુત

જુનાગઢ તા. ૬ :.. જુનાગઢ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેકટનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે તા. ૬ ના રોજ સવારે ૧૦ કલાકે શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે વિડીયો લીંકથી જુનાગઢ શહેરના રૂ. ર૪.૧૩ કરોડના ખર્ચે થનારા અનેકવિધ વિકાસ કામોનું ખાત મુર્હુત કરવામાં આવેલ છે.

૧. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા અમૃત સ્કીમ અંતર્ગત રૂ. ૧૧.૪૪ કરોડના ખર્ચે વોટર પ્રોજેકટના વિવિધ ઝોન પૈકીના ઝોન ૪, પ, ૯, ૧૦ ના જુદા જુદા વિસ્તારમાં ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ઉંચી ટાંકી, ભુગર્ભ ટાંકી (સંપ), પમ્પીંગ સ્ટેશન, મશીનરી, કમ્પાઉન્ડવોલ વગેરે બનાવવાના પ્રોજેકટનો સમાવેશ થયેલ છે.

ર. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઇવનગર ડમ્પીંગ સાઇડ ખાતે બાયો મીથેનેશન પ્લાન્ટ રૂ. ૪.૬૯ કરોડના ખર્ચે સ્થાપિત કરવાનું કામ થશે.

૩. બાયો માઇનીંગ (લેગેસી વેસ્ટ - જુના ઘન કચરા નિકાલ), પ્રોજેકટ રૂ. ૮ કરોડના ખર્ચે અનેક પ્રોજેકટનું કુલ રૂ. ર૪.૧૩ કરોડના ખર્ચે ખાતમુર્હૂત કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા અમૃત સ્કીમ અંતર્ગત વોટર સપ્લાય પ્રોજેકટસના વિવિધ ઝોન પૈકીના ઝોન-૪, પ, ૯, ૧૦ ના જુદાજુદા વિસ્તારમાં લોકોને પીવાનું પાણી  પુરૃં પાડવા અર્થે ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઝાંઝરડા ગામ તથા ચોબારી વિસ્તારમાં ઉંચી ટાંકી, ભૂગર્ભ ટાંકી (સંપ), પમ્પીંગ સ્ટેશન, મશીનરી કમ્પાઉન્ડ વોલ વગેરે ઝાંઝરડા ગામ, ખાતે સુવિધા મળશે.

અમૃત સ્કીમ સબબ સને. ર૦૧પ-૧૬ માં મંજૂર થયેલ રૂ. ર૦ કરોડ અન્વયે ૮.ર એમએલડી ક્ષમતાનો એસટીપી બીલખા રોડ ખાતે બનાવવા અર્થે રૂ. ર૧.૬ર કરોડના ખર્ચે કામગીરી હાલ પ્રગતિમાં છે. એક પમ્પીંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થયેલ છે.

મહાનગરપાલિકા દ્વારા અગાઉ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી કરવામાં આવીતી ભીનો અને સુકો કચરો એક સાથે લેવામાં  આવતો આ કામગીરી મહાનગરપાલિકાના વાહનો દ્વારા કરાતી ભરાયેલ કન્ટેનર ૧ દિવસમાં ખાલી કરવામાં આવતા હવે સ્વચ્છતા સર્વેક્ષણની ગાઇડલાઇન મુજબ તેમજ શહેરમાં સ્વચ્છતાના મોટા ફેરફાર કરવા અને સ્વચ્છતા સર્વેક્ષણમાં જુનાગઢ શહેરનો રેન્ક લાવવા નીચે મુજબની સુવિધાઓ ખુબ જરૂરી છે. પ્રવાહી કચરાનો યોગ્ય નિકાલ, ઘન કચરાનું યોગ્ય રીતે કલેકશન અને તેનો પધ્ધતિ સરનો નિકાલ જુના કચરાનો નિકાલ, ડોર ટુ ડોર કલેકશન પધ્ધતિમાં ફેરફાર તથા બાયો મીથેનેશન પ્રોજેકટ (લેગેસી વેસ્ટ જુના કચરાનો નિકાલ), ઘન કચરામાંથી  સીએનજી બનાવવાનો પ્રોજેકટ વગેરે પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે.

(1:00 pm IST)