Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વિસાવદરનાં પ્રેમપરાની સગીરાની આત્મહત્યા

ઠપકો સહન ન થતા માઠું લાગ્યું

જુનાગઢ તા. ૬: વિસાવદરનાં પ્રેમપરાની સગીરાને ઠપકો સહન ન થતા આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

વિસાવદર નજીકનાં પ્રેમપરા ગામનાં સંજયભાઇ સોલંકીએ ગઇકાલે તેની પુત્રી શીતલને મોબાઇલ બાબતે ઠપકો આપ્યો હતો.

પિતાનાં ઠપકાથી માઠું લાગી આવતાં શીતલ (ઉ.વ. ૧પ) એ ચુંદડી વડે મકાનનાં ઢાળીયામાં લટકી જઇને મોતને મીઠું કરી લીધું હતું. વિશેષ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ. જી. અખેડ ચલાવી રહ્યા છે.

(12:58 pm IST)