Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જુનાગઢમાં લવ જેહાદઃ બિલાલ ઉર્ફે મહેબુબ સગીરાને દાગીના અને ૧ લાખની રોકડ સાથે ભગાડી ગયો

તરૂણીનાં પિતાની ફરિયાદનાં પગલે પોલીસ તપાસ

જુનાગઢ તા. ૬: જુનાગઢમાં લવ જેહાદનાં એક કિસ્સામાં બિલાલ ઉર્ફે મહેબુબ નામનો શખ્સ સગીરાને સોનાના દાગીના તેમજ રૂ. ૧ લાખની રોકડ સાથે ભગાડી જતા સનસનાટી સાથે હલચલ મચી ગઇ છે.

તરૂણીના પિતાની ફરિયાદનાં પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢનાં જોશીપરામાં આવેલ નંદનવન રોડ વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૭ વર્ષ ૧૦ માસની સગીર વયની દિકરીને નંદનવન રોડ ભગવતી હોલ પાછળ રહેતો બિલાલ ઉર્ફે મહેબુબ નામનાં શખ્સે પ્રેમજાળ ફસાવી હતી.

બાદમાં ગત તા. ૪નાં રોજ સવારનાં આઠ વાગ્યાની આસપાસ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઇ અપહરણ કરી ગયો હતો એટલું જ નહિં બિલાલની પ્રેમજાળમાં ફસાયેલી તરૂણી તેના ઘરમાંથી સોનાનાં પાટલા, સોનાની બે વીંટી તથા સોનાનો પેન્ડલ સેટ તેમજ રૂ. ૧ લાખની રોકડ રકમ સાથે લઇ ગઇ હતી.

આ અંગે સગીરાનાં પિતાએ ગત રાત્રે ફરીયાદ કરતાં બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.આઇ. આર. બી. સોલંકી ચલાવી રહ્યા છે.

(12:58 pm IST)