Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

શ્રીરામ મંદિર શિલાન્યાસ પ્રસંગની સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી

મહાઆરતી, શ્રીરામધુન, મિઠાઇ વિતરણ, આતશબાજી, દિવડા પ્રગટાવીને આવકાર

પ્રથમ અને બીજી તસ્વીરમાં ધોરાજીમાં તથા ત્રીજી અને ચોથી તસ્વીરમાં ઓખામાં શ્રીરામ મંદિર શિલાન્યાસ પ્રસંગના વધામણા કરાયા હતાં.(તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી) ભરત બારાઇ -ઓખા)

રાજકોટ તા. ૬ :.. સૌરાષ્ટ્રમાં અયોધ્યા રામ મંદિરના શિલાયન્સને હરખથી વધામણી કરવામાં આવી હતી. મંદિરમાં મહાઆરતી, પૂજન કરવામાં આવ્યા હતાં. ફટાકડા ફોટી ખુશી વ્યકત કરવામાં આવી હતી.

સર્વત્ર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ફટાકડા ફોડી મોં મીઠા કરાવી ખુશી વ્યકત કરવામાં આવી હતી.

ઓખા

ઓખા :.. શ્રીરામ મંદિર નવનિર્માણના શિલાન્યાસ વિધી કરવામાં આવી હતી. આ સમયે ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાના ઓખા ગામે રામ મંદિર, ગાયત્રી જ્ઞાનમંદિર, લહેરીમાતા મંદિર તથા જલારામ મંદિરોમાં દિપ પ્રાગટય સાથે ભવ્ય આરતી રાખવામાં આવી હતી. તથા તમામ રઘુવંશી સમાજના લોકોએ આ ઉત્સવને 'રઘુવંશી ગૌરવ દિન' તરીકે ઉજવતા તમામ ઘરોમાં રામલલાને ઝૂલે ઝૂલાવી હિંડોળાના શ્રૃંગાર દર્શન રાખ્યા હતાં. તથા ઓખા જ્ઞાન મંદિરમાં પણ પુજારીએ શ્રીરામ લાલા શ્રીજીને હિંડોળે ઝૂલાવતા શ્રૃંગાર દર્શન રાખી આ ઉત્સવ ઉજવાયો હતો. હાલ કોરોના મહામારીને ધ્યાને રાખી સરકારશ્રીના તમામ નીયમોનું પાલન કરી ભકતજનોએ માસ્ક પહેરી આરતીમાં ભાગ લીધો હતો. અને ભગવાન શ્રીરામને આ મહામારી રોગમાંથી ઉગારવા પ્રાર્થના કરી હતી.

ધોરાજી

ધોરાજી : ભકત શ્રી તેજાબાપાની જગ્યા ખાતે મહાઆરતી યોજાઇ હતી. જેમાં સુરેશભાઇ વઘાસીયા, હસમુખભાઇ ટોપીયા, હિતેશ કોયાણી, વિનુભાઇ માથુકીયા, જગદીશભાઇ રાખોલીયા, તેમજ રોકડીયા હનુમાન ગ્રુપના રમણીકભાઇ ટોપીયા, વિજયભાઇ અંટાળા, તેમજ અનેક સેવાભાવી સંસ્થાના હોદેદારો સામાજીક સંસ્થાના હોદેદારો સેવકગણ અને તેજાબાપા નેત્ર નિદાન સમિતિ અને કિર્તન મંડળના કાર્યકર્તાઓ સહિતના હાજર રહી જયશ્રી રામના જયઘોષ સાથે ભૂમિ  પૂજનને આવકારેલ હતું. અને શહેરમાં સરદાર ગ્રુપ દ્વારા ભગવાન શ્રીરામનું બેનર મુકી સૌ લોકોએ પુજા અર્ચના અને આરતીનો કાર્યક્રમ યોજેલ હતો.

(11:55 am IST)