Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વડિયાના ખડખડ ગામે કોરોના સંક્રમણ રોકવા હોમ કોરન્ટાઇન કરવા જતા ગાળો આપી : ફરજમાં રૂકાવટ કરતા પોલીસ ફરિયાદ

વડિયા,તા.૬:  કોરોના મહામારી માં સમગ્ર દેશ પીડાઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર તેને રોકવા ધમપછાળા કરી રહ્યુ છે. ત્યારે સંક્રમણ ને રોકવા લોકો નો સહકાર ખુબ જરૂરી છે. વડિયામાં એક વેપારી પુત્ર દંપતીને કોરોના પોઝિટિવ આવતા તેમના સંપર્ક માં આવેલ લોકોને હોમકોરન્ટાઇલ આ કામગીરી કરવા આરોગ્ય વિભાગના અનિડા પીએચસી સેન્ટરનાઙ્ગ કર્મચારીઙ્ગ રાહુલ ગિરધરભાઈ જોગણી અને કિશન ચાવડાઙ્ગ ખડખડ ગામે કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવેલા કાંતાબેન નાથાભાઈ હિરપરા અને તેમના ઘરના સભ્યોઙ્ગ ને તેના ઘરે જતા તેમના પુત્ર અશ્વિન નાથાભાઈ હિરપરા એ હોમકોરન્ટાઇન કરવાનીના પડતા કર્મચારીઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરતા તેમના દ્વવારા મારમારી ગાળો આપી ફરી અહીં આવ્યા તો માર પડશે તેવી ધમકી આપી ફરજ રૂકાવટ કરતા અને કોરોના સંક્રમણ અટકાવવા માટે અવરોધ ઉભો કરવા બદલ વડિયા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધવામાં આવી છે. જેની વધુ તપાસ વડિયા પોલીસ કરી રહી છે. જોકે અંતે આ પરીવાર ને હોમકોરન્ટાન કરવામાં આવ્યો છે. આવી રીતે લોકો આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ને કોરોના સંક્ર્મણ રોકવા માટે સહકાર આપવાના બદલે ખોટી દખલગીરી કરશે તો કોરોના સંક્રમણ ઘર ઘર સુધી પહોંચશે એ નક્કી છે. આવા લોકો ઉપર કડક કાર્યવાહી કરી તંત્ર ના લોકો ને સાથ આપવો ખુબ જરૂરી બને છે.

(11:57 am IST)