Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વઢવાણમાં રહેણાંક મકાનમાંથી ૬૦ બોટલ દારૂ ઝડપી લેવાયો

વઢવાણ, તા., ૬: મહે.પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચના કરેલ હોય ના.પો.અધિ. એ.બી.વાળંદના માર્ગદર્શન મુજબ વઢવાણ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહ.જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા વઢવાણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા  દરમ્યછાન ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે વઢવાણ રોહીદાસ મંદીરની આગળ વાડી પ્લોટમાં રહેતા વિનોદભાઇ રાઘવભાઇ પરમારના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ પોતાના કબજામાં રાખી વેચાણ કરે છે તેવી હકીકત મળતા હકીકતવાળી જગ્યા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કીની ૭પ૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલ નંગ ૬૦ કિ. રૂ. ર૪,૦૦૦ના મુદામાલ રાખી આરોપી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવી મજકુર આરોપી વિનોદભાઇ રાઘવભાઇ પરમાર રહે. વઢવાણ રોહીદાસ મંદીરની આગળ વાડી પ્લોટ તા.વઢવાણ વાળા વિરૂધ્ધ ગુજરાત નશાબંધી (સુધારા) વટહુકમ અધિનીયમ ર૦૧૬ની કલમ ૬પ એઇ, ૧૧૬ બી મુજબ ગુનો રજી. કરેલ છે. આરોપીનું નામ (૧) વિનોદભાઇ રાઘવભાઇ પરમાર રહે. વઢવાણ રોહીદાસ મંદીરની આગળ વાડી પ્લોટ તા.વઢવાણની ધરપકડ કરેલ છે.

આ કામગીરી (૧) ડી.ડી.ચુડાસમા પો.સબ ઇન્સ. (ર) દેવીસંગ ચુડાસમા એ.એસ.આઇ. (૩) નીતીનદાસ મોડદાન ગઢવી એ.એસ.આઇ. (૪) રવિન્દ્રસિંહ જેમુભા ડોડીયા પો.હેડ કોન્સ. (પ) ગૌતમભાઇ ગણેશભાઇ મકવાણા પો.હેડ કોન્સ (૬) શકિતસિંહ પનુભા વાઘેલા પો. હેડ કોન્સ. (૭) મહાવીરસિંહ દેવજીભા પઢેરીયા પો.હેડ કોન્સ. (૮) વિજયસિંહ માલાભાઇ પો.કોન્સ. (૯) રોનકભાઇ રામજીભાઇ વાનેચા (૧૦) ડબલ્યુ એલ આર શીતલબેન તુલસીભાઇએ કરી હતી.

જુગાર રમતા ઝડપાયા

વઢવાણઃ ડી.બી.બસીયા ના.પો. અધિ.સા.લીંબડી ડીવીઝનની સુચના આધારે આર.જે.જાડેજા પો.સ.ઇ. પાણશીણા પો.સ્ટે. તથા પો.હેડ કોન્સ. ચંદ્રસિંહ માવસિંહ તથા પો.હેડ કોન્સ. મહાવીરસિંહ સુખદેવસિંહ તથા પો.કોન્સ. કુલદીપસિંહ કિશોરસિંહ તથા પો.કોન્સ. ભરતસિંહ દીપસિંહ તથા પો.કોન્સ. જયપાલસિંહ પ્રતાપસિંહ એમ. સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન જનસાળી ગામે કોઠી શેરીમાં જાહેરમાં પૈસા પાનાવતી તીનપતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ). ૧૦ર૭૦ના મુદામાલ સાથે નવ ઇસમોને પકડી પાડી જુગાર ધારા મુજબ ધોરણસરની કાર્યવાહી કરતી પાણશીણા પોલીસ.

(11:51 am IST)