Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પાલીતાણા તાલુકામાં કોરોનાનો વિસ્ફોટ : ૯ કેસ

નગરપતિ પ્રમુખ ભાજપ શહેર પ્રમુખ સેનેટરી ઇન્સ્પેકટરને પોઝીટીવ

પાલીતાણા, તા. ૬ :  કોરોનાનો પંજો પાલીતાણા શહેરમાં તેમજ તાલુકામાં પડયો છે. શહેરમાં સતત વધતા કોરોનાના કેસમાં જમ્પ કહેવાય તેમ ર૦ ટેસ્ટીંગમાંથી ૯ ને પોઝીટીવ આવતા હાહાકાર મચી ગયો છે જેમાં ફન્ટ લાઇન કોરોના વોરીયર્સ કહેવાતા નગરપાલીકાના પ્રમુખ તેમજ નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેકટર અને સંગઠન ભાજપ શહેર પ્રમુખ સંક્રમીત થયા છે. તેની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં થઇ ૭ અને હડમતીયા એક-એક શહેરમાં ૭ માં એક તહોમતદાર છે જેનો રીપોર્ટ પણ પોઝીટીવ આવેલ છે. એમ કુલ ૯ તાલુકામાં આવેલ છે. અને પાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફીસર હોમકોરોન્ટાઇન થયેલ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

(11:51 am IST)