Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જોરાવરનગરઃ વાહન ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને ઝડપતી સુરેન્દ્રનગર પોલીસ

નંબર પ્લેટ વગરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો. સા. કિ. રૂ. ર૦,૦૦૦ સાથે ખેરાળી ચોકડીથી ઇસમ ઝડપાયો

વઢવાણ તા. ૬ :.. મ્હે. પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની જીલ્લામાં થતી ઘરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓ અટકાવવા તથા ચોર મુદામાલ શોધી ગુન્હાઓ ડીટેકટ કરવા માટે એકશન પ્લાન તૈયાર કરી, કાર્યવાહી કરવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. ઢોલને સુચના કરેલ.

પોલીસ ઇન્સ. શ્રી ડી. એમ. ઢોલે એલસીબી ટીમને સુરેન્દ્રનગર જીલ્લામાં પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી મેળવેલ કે, મુળુભાઇ કેહરભાઇ રજપૂત રહે. ગોદાવરી, વામન ફેકટરી પાછળ તા. મુળી વાળો ચોરી કે છળકપટથી મેળવેલ કાળા કલરના સિલ્વર પટ્ટાવાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો. સા. રજી. નંબર વગરનું લઇ વઢવાણ બાયપાસથી નીકળી ગોદાવરી ગામ તરફ જનાર છે. જેથી એલ. સી. બી. ટીમ દ્વારા સદર જગ્યા કોર્ડન કરી વોચ તપાસ કરી મજકુર ઇસમ મુળુભાઇ કેહરભાઇ રાઠોડ (ઉ.રપ) ધંધો ખેતમુજરી રહે. ગોદાવરી, દીગસર સ્ટેશન, વામન ફેકટરી પાછળ તા.મુળી મુળ ગામ - ગઢડીયા તા. જી. બોટાદ વાળાને પકડી તેના કબ્જામાંથી ચોરી કે છળકપટથી મેળવેલ કાળા કલરના સિલ્વર પટ્ટાવાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો. સા. નંબર પ્લેટ વગરનું કિ. રૂ. ર૦,૦૦૦નું મળી આવતા સદર મો. સા. બાબતે મજકુર ઇસમની પુછપરછ કરતા સદર મો. સા. મારા મામાનો દિકરો દશરથભાઇ વિક્રમભાઇ કાઠીયા રહે. થોરીયાળી તા. સાયલા વાળાએ આજથી ત્રણ - ચાર મહીના પહેલા રાત્રીના સમયે મોટા મઢાદ ગામના પુલ પાસેથી ચોરી કરી આજથી વીસેક દિવસ પહેલા મને રૂ. પ,૦૦૦ માં વેચાતુ આપેલ હોવાની કબુલાત આપતા સદર મો. સા. સી. આર. પી. સી. કલમ ૪૧(૧) ડી, ૧૦ર મુજબ કબ્જે કરી મજકૂર ઇસમને ચોરીના મો. સા. સાથે જોરાવરનગર પો. સ્ટે. સોંપી આપી આગળની  કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રેડીંગ પાર્ટી

એલ. સી. બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. ઢોલ સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇન્સ. વી. આર. જાડેજા તથા પો. હેડ કોન્સ. જુવાનસિંહ મનુભા તથા નીકુલસિંહ ભુપતસિંહ તથા પો. કોન્સ. નિર્મળસિંહ મંગળસિંહ તથા દિલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇએ મો. સા. ચોરીનો ભેદ ઉકેલેલ છે.

(11:50 am IST)