Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામની સીમમાંથી ૬૪૩૧ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

વઢવાણ તા. ૬: મહે. પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચનને પગલે ડી. એમ. ઢોલ એલ.સી.બી. ટલીમને પ્રોહી/જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના માર્ગદર્શન આપી પેટ્રોલીંગમાં રવાના કરી એલ.સી.બી. ટીમને ચોકકસ બાતમી હકીકત આપેલ કે, (૧) જાલમસિંહ રણધીરસિંહ ઝાલા (ર) શત્રુભા દીલુભા ઝાલા (૩) અનોપસિંહ ઉર્ફે બકો કનુભા ઝાલા (૩) મહિપતસિંહ હમીરસિંહ ઝાલા રહે. ચારેય ઝીંઝુવાડા વાળાએ ભેગા મળી ટ્રક નં.જીજે-૦૮-ઝેડ-૭ર૩૩ વાળીમાં ગે. કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી, ઝીંઝુવાડા-છાવણી વાળા કાચા રસ્તે મોટા જેરાસર નામની તલાવડીના કાચા રસ્તે કટીંગ કરાવી, તે વિદેશી દારૂનો જથ્થો આરોપી જાલમસિંહે પોતાના કબ્જા ભોગવટાની સ્વીફટ કાર નં. જીજે-૧૮-બીડી-ર૪૮૩ તથા ટ્રેકટર સાથે ટ્રોલીમાં ભરી લઇ ઝીંઝુવાડા જીલકેશ્વર મહાદેવની સામે બાવળોના ઝુંડમાં સંતાડી રાખેલ છે.

બાતમી આધારે એલ.સી.બી. ટીમ દ્વારા હકિકત વાળી જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતા બાવળોનો ઝુંડમાંથી ભારતીય બનાવટની વાઇટ લેક વોડકા વિદેશી દારૂની ૧૮૦ મીલી કંપની સીલબંધ બોટલો નંગ-૬૪૩૧ કિ. રૂ. ૬,૪૩,૧૦૦/-નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન આરોપીઓ હાજર મળી નહીં મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી ઉપરોકત ચારેય તથા આરોપી ટાટા ટ્રક નં-જીજે-૦૮-ઝેડ-૭ર૩૩ નો ચાલક તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી એલસીબી ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. ઢોલ તથા પો. સબ ઇન્સ. વી. આર. જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દીલાવરસિંહ તથા વાજસુરભા લાભુભા તથા એન. ડી. કલોતરા તથા પો. હેડ કોન્સ. હિતેષભાઇ જેસીંગભાઇ તથા જુવાનસિંહ મનુભા તથા અમરકુમાર કનુભા તથા નિકુલસિંૅહ ભુપતસિંહ તથા ચમનલાલ જશરાજભાઇ તથા પો. કોન્સ. દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહે કરી હતી.

(11:49 am IST)