Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જસદણઃ પૂર્વ સરપંચ સંકલન સમિતિ ગુજરાતના પ્રમુખની આરોગ્ય મંત્રીને રાવ

રાજકોટ જિલ્લામાં ફિમેલ હેલ્થ સુપરવાઇઝરને અન્યાય અંગે રજુઆત

જસદણ,તા.૬: ખરાજકોટ જિલ્લા ફિમેલ હેલ્થ સુપરવાઇઝરનીઙ્ગ તમામઙ્ગ ખાલી જગ્યા બતાવ્યા વગર જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અંતરિયાળ જગ્યા બતાવીને એફ.એચ.એસનાઙ્ગ પ્રમોશન મેળવેલ કર્મચારીઓનેઙ્ગ જગ્યા ફાળવવામાં અન્યાય કર્યો હોવાની રજુઆત અગ્રણી દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત રાજય પૂર્વ સરપંચ સંકલન સમિતિના પ્રમુખ ભુપતભાઇ એસ કેરાળિયાએઙ્ગ ડી.ડી.ઓ રાજકોટ, જિલ્લા આરોગ્ય અધિકારી જિ.પંઙ્ગ રાજકોટ ,વહીવટી અધિકારી આરોગ્ય શાખા,ઙ્ગ નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી, સચિવ આરોગ્ય વિભાગ ગાંધીનગર, કલેકટર રાજકોટ સાહિતનાને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીઙ્ગ દ્વારા તા.૦૫/૦૮/૨૦૨૦ના રોજ ૨૫ ફિમેલ હેલ્થ વર્કર માંથીઙ્ગ ફિમેલઙ્ગ હેલ્થ સુપરવાઈઝરઙ્ગ તરીકે પ્રમોશનઙ્ગ આપવામાં આવેલ છે. તે કર્મચારીઓને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અંતરિયાળ જગ્યા બતાવીને ફિમેલઙ્ગ હેલ્થ સુપરવાઈઝર તરીકેના ઓર્ડરો આપવામાં આવેલ છે . રાજકોટ જિલ્લાની દ્યણી જગ્યા બાકી છે તે બતાવેલ નથી જેથી નવા નિમણુંક થયેલ આરોગ્ય સુપરવાયઝરનેઙ્ગ પોતાની પસંદગી આપવામાં આવેલ નથી તેના બદલે અંતરિયાળ વિસ્તારની જગ્યા બતાવીને ફરજીયાત પણે કર્મચારીઓને ઓર્ડર લેવા પડેલઙ્ગ છે. જિલ્લા આરોગ્ય અધિકારીના અંગત અને સગા સબંધીઓ માટે અથવા ચોક્કસ કારણોસરઙ્ગ ફિમેલ હેલ્થઙ્ગ સુપરવાઈઝરની પૂરતી જગ્યા બતાવવામાં આવેલ નથી.

પુરી જગ્યા ન બતાવવાનું એક જ કારણ છે કે ફિમેલ હેલ્થઙ્ગ સુપરવાઈઝર તરીકે નિમણુંક પામેલા કર્મચારીઓ પસંદગી મુજબ સ્થળ માટે જિલ્લા આરોગ્ય અધિકારીને સાચવીને પોતાની પસંદગીનીઙ્ગ જગ્યા મેળવી શકે તે માટે રાજકોટ જિલ્લાની તમામ જગ્યા બતાવવામાં આવેલ નથી. આઙ્ગ બાબતે દિવસ ૧૦માંઙ્ગ ફેર વિચારણા કરીને ૨૫ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવેલ છે. તેઓને તમામ ખાલી જગ્યા બતાવીને પોતાની પસંદગી મુજબની જગ્યા ફાળવવામાં નહિ આવે તો જિલ્લા આરોગ્ય અધિકારી રાજકોટ અને જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ઘ હાઈકોર્ટમાં જવાની ફરજ પડશેઙ્ગ તેમ લેખિત રજૂઆતના અંતમાં ગુજરાત રાજય પૂર્વ સરપંચ સંકલન સમિતિના પ્રમુખ ભુપતભાઇ એસ કેરાળિયાએ જણાવ્યું હતું.

(11:49 am IST)