Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ઉના તાલુકામાં ૧ થી ર ઇંચ : તુલસીશ્યામ પાસેનો રાવલ ડેમ ઓવરફલો

રાવલ ડેમના નીચાણવાળા વિસ્તારના ગામોમાં સાવચેત રહેવા સૂચના

ઉના, તા. ૬ : તાલુકામાં ગઇકાલે સાંજથી આજે સવાર સુધી સમયાંતરે વરસાદ ચાલુ રહેતા સવાર સુધીમાં સરેરાશ ૧ થી ર ઇંચ વરસાદ વરસી ગયો હતો. ઉના શહેરમાં ર ઇંચ વરસાદ પડી ગયો હતો. તુલસીશ્યામ પાસે રાવલ ડેમ ઓવરફલો થયો છે.

 

ઉના શહેર ગ્રામ્યમાં ગઇકાલ સાંજથી આજે સવાર સુધી એકથી બે ઇંચ વરસાદ પડી ગયેલ હતો. આજે સવારે ધાબડીયું વાતાવરણ છે. તુલસીશ્યામ પાસેનો રાવલ ડેમ ગઇકાલે સાંજે ૧૮.પ૦ મીટર ભરાય જતાં ડેમના ૩ દરવાજા ૧ ફુટ ખોલવામાં આવ્યા હતાં. ત્યારબાદ પાણીની આવક વધતા રાવલ ડેમ આજે સવારે ઓવરફલો થઇ ગયેલ છે.

રાવલ ડેમ નીચાણવાળા વિસ્તારના ચીખલ કુબા ધોકડવા, મહોબતપરા, કોઇન કાણેક બરડા ગરાળ, મોઠા, મોટા સમઢીયાણા, પડાપાદર, રામેશ્વર સામતેર સેજવાપુર, ઉમેજ, સનખડા માણેકપુર વગેરે ગામોને લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. 

(11:49 am IST)