Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વાંકાનેરમાં ભગવાન શ્રી રામના જય જયકાર સાથે મહાઆરતીઃ મીઠાઇ વિતરણ

વાંકાનેર, તા. ૬ : નગરજનો અને હિન્દુ સંગઠનો તથા ભાજપ, શિવસેના દ્વારા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યા નગરીમાં મંદિરનો નરેન્દ્રભાઇ મોદીના હસ્ત શિલાન્યાસ થતાં વાંકાનેરમાં યુવા ભાજપ અને હિન્દુ સંગઠનના યુવકો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તાર અને માર્ગોને કેશરી ધજાઓ બાંધી ઘર-દુકાનોને સુશોભીત કરેલ. સવારથી જ લોકોના મુખ ઉપર અનેરી ખુશી જોવા મળી હતી. શહેરના મંદિરોમાં પણ ભગવાન શ્રી રામના દિવ્ય મંદિર માટેના ભૂમિ પૂજન કાર્યક્રમને લઇ મંદિરોમાં વિશેષ આરતી-પૂજનો-પ્રાર્થનાઓ થયેલ.

વાંકાનેર શહેર ભાજપ દ્વારા શહેરના માર્કેટ ચોકમાં ભગવાનશ્રી રામની તસ્વીર સમક્ષ દિપ પ્રાગટય અને ભગવાન શ્રીરામના જય જયકાર બાદ ડી.જે.ના સંગીત ગીતો સાથે ભગવાનની મહાઆરતી ભાજપ અગ્રણી નેતા જીતુભાઇ સોમાણીના નેતૃત્વ હેઠળ થયેલ આ પવાન પ્રસંગમાં ગાયત્રી શકિતપીઠના અશ્વિનભાઇ રાવલ, વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ વોરા, મોરબી જીલ્લા ભાજપના અગ્રણી ઇન્દુબા જાડેજા, ગૌતમભાઇ ખાંડેખા, યોગેન્દ્રસિંહ ઝાલા, મેરૂભાઇ સરૈયા, શ્રી લોહાણા મહાજના પ્રમુખ કાકુભાઇ મોદી, મહેશભાઇ રાજવીર, રાજ સોમાણી, અમિત સેજપાલ, પૂર્વ પ્રમુખ દેવજીભાઇ કુણપરા, શિવસેના પ્રમુખ મયુર ઠાકોર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિનુભાઇ સંચાણીયા, જીતેશભાઇ રાજવીર સહિતના અગ્રણીઓ હર્ષદ ગોહેલ, ચીરાગ સોલંકી સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતીમાં મેઘરાજા પણ પધારતા લોકોએ વરસાદમાં પલળતા રહી ભગવાનશ્રી રામની મહાઆરતી કરી હતી અને પેંડા વહેંચી એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતાં.(

(11:41 am IST)