Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સોમનાથ ત્રિવેણી સંગમ છલકાયો મીઠા પાણીથી ભરાતા શ્રધ્ધાળુઓમાં આનંદ

પ્રભાસ પાટણ તા. ૬ :.. સોમનાથમાં ત્રીવેણી સંગમ આવેલ છે જે મીઠા પાણીથી ભરાતા લોકોમાં આનંદ જોવા મળે છે તા. ૪-૮-ર૦ નાં રોજ સારો વરસાદ થતા હિરણ-કપીલા અને સરસ્વતી નદીઓમાં જોરદાર પુર આવતાં ત્રિવેણી સંગમ છલકાયેલ છે.

આ ત્રિવેણી સંગમમાં મીઠુ પાણી ભરાય રહે અને દરિયાનું ખારૂ પાણી ન આવે તે માટે અંદાજીત એકાદ કિલો મીટરનો મોટો બંધ બાંધવામાં આવેલ છે. જેથી આ ત્રણે નદીઓને પાણી આ ત્રિવેણી સંગમ ભરાયા બાદ વધારાનું પાણી આ બંધ ઉપરથી દરીયામાં જાય છે અને ચોમાસા બાદ ઘણા સમય સુધી મીઠુ પાણી આ ત્રિવેણી સંગમમાં ભરાય રહે છે જેથી ત્રિવેણી સંગમ કિનારે આવતા લોકો તેમા સ્નાન કરી શકે તેમજ ધાર્મિક વિધિ - વિધાનો કરી શકે છે. આમ તસ્વીરમાં વિશાળ ત્રિવેણી સંગમ મીઠા પાણીથી ભરાયેલ છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(11:40 am IST)