Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જસદણ નગર પ્રમુખની ચૂંટણીમાં નવો વળાંકઃ મંજૂલાબેન ચોહલીયાનું નામ ઉપસ્યુ

જસદણ તા. ૬ :.. જસદણ પાલિકાની બીજી ટર્મના અઢી વર્ષ માટે આગામી પ્રમુખની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો હોવાની  રાજકારણીઓના મોબાઇલમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આગામી ચૂંટણી અઢી વર્ષ પ્રમુખપદ માટે સ્ત્રી અનામત સીટ હોય ત્યારે ભાજપમાં જ છેલ્લી ત્રણ ટર્મથી સદસ્યા રહેલાં મંજૂલાબેન નિતીનભાઇ ચોહલીયાની કામગીરીને ધ્યાને લઇ ભાજપના મોવડીઓ એમની ઉપર કળશ ઢોળે એવી ચર્ચા ચાલી રહી છે. અન્ય કેટલાંક સભ્યોએ ભુતકાળમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી. પણ મંજૂલાબેનએ પડદા પાછળ પણ પક્ષને વફાદાર ઉપરાંત એમના વોર્ડમાં રોડ-રસ્તા ગટર પાણી સફાઇ જેવા દરેક કામોમાં રસ દાખવ્યો અને પોતાના પક્ષને વફાદાર અને પોતાના મતદારો સાથે જીવંત સંપર્કમાં રહેલ.

જો કે હાલ શહેર પાલિકામાં ભાજપના ૧૧ સ્ત્રી સભ્યો છે. તેમણે પણ નજીકના નેતાઓ સમક્ષ ટેલીફોન રણકાવ્યા છે. પણ રાજકારણમાં છેલ્લી ઘડીએ ફેરફારની શકયતા છે. રાજકીય, પંડીતોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે.  જો મોવડીઓ વફાદારને ન્યાય નહી આપે તો ભયંકર પરિણામ આવી શકે.

(11:39 am IST)