Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ખંભાળીયા, મીઠાપુર, ભાટીયા, દ્વારકામાં જુગારમાં મહિલાઓ સહિત ૩૯ ઝડપાયા

ખંભાળીયા, તા.૬ : દ્વારકા જિલ્લામાં તીનપતીનો જુગાર બેફામ શરૂ થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી પોલીસના કરોડામાં અનેક જુગારીઓ પકડાયા છતાં જુગારની બદીઓ ચાલુ રહેવા પામી છે. ગઇકાલે પોલીસે અનેક જગ્યાએ જુગારધામ પર રેઇડ કરતા મહિલા સહિત કુલ ૩૯ શખ્સો રોકડ, મોબાઇલ સહિત ૩પ,૬૯૦ના મુદામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

જેમાં સલાયા પોલીસે ગોંઇજ ગામે ચાલતા જુગાર પર રેઇડ કરતા રાજુ ભીખુ રાઠોડ, સોમા ભીખુ રાોડ, સંજય ભીખુ રાઠોડ, સાગર અજુ રાઠોડ, અતુલ ગોવિંદ પરમાર, નવઘણ રમેશ રાઠોડ, દલ પેથા મશુરા તમામને રોકડ સહિત ૧૦,૭૭૦ની મતા સાથે ઝડપી લીધા હતાં.

બીજા દરોડામાં દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં જાહેરમાં પાના ટીંચતા જીલુભા હોથીભા સુમણીયા, રાણીબેન કાના માણેક, આદીબેન ભાયા વાઘા, ખીમબાઇબેન ખીરાભા માણેક તમામને રોકડ ૪પ૦૦ની મતા સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજા દરોડામાં દ્વારકા પોલીસે રૂક્ષ્મણી ગેઇટ પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા અજય વિરમ પરમાર, રમણીક પરસોત્તમ સોલંકી, જીણા ચમન પરમાર, રવિન્દ્ર રમેશ બેહરમ તમામને ર૦પ૦ની મતા સાથે જડપી લીધા હતાં. ચોથા દરોડામાં ભાટીયા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પીએસઆઇ એફ.બી. ગગનીયા સહિતના સ્ટાફે જુગાર પર દરોડો કરતા રવિ દિનેશ માંગલીયા, નાથા વાલા માતંગ, સોમા હરજી માતંગ, મેઘા પાલા માતંગ, કિશન હિરા પારીયા, શાંતિબેન દિનેશ માંગલીયા, ભાવનાબેન મનિષ પાધરેશા, ધાનીબેન પ્રવિણ જોડ તમાને રોકડ ૧૦૦૪૦ની રોકડ મોબાઇલ ફોન નંગ ૪ મળી ૧પ,૪૪૦ના મુદામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. પાંચમા દરોડામાં ભાણવડના ઢેબર ગામે જાહેરમાં જુગાર રમતા આમદ મામદ હિંગોરા, સાલેમામદ મુસા હિંગોરા, જાકુબ નુરમામદ હિંગોરા, મુરૂ દુદા બલવા, દિપક ભાયા પંચાસરા તમામને રોકડ ૩રર૦ની મતા સાથે પકડી પાડયા હતાં. છઠ્ઠા દરોડામાં મીઠાપુરના આરંભડામાં જુગાર રમતા સાજણભા સીદીયાભા કેર, સીદીયાભા સાજણભા કેર, પેથાભા નાથાભા માણેક, આચાર્યાભા રણમલભા માણેક, રણમલભા પબુભા માણેક, ભુટાભા આશાભા માણેક, વનરાજભા સાજણભા કેર તમામને રોકડ ૩૬૧૦ની મતા સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.

(11:38 am IST)