Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ભુજમાં ફ્રેન્‍ડશીપ ડેની અનોખી ઉજવણીઃ સ્‍લમ વિસ્‍તારના બાળકોને રમત રમાડી ભોજન કરાવ્‍યુ

ભુજ: ગાયત્રી મંદિરમાં નિશુલ્ક 70 જેટલા સ્લમ વિસ્તારના બાળકોને ટ્યુશન કરાવવામાં આવે છે. બાળકો સાથે ચેમ્બર્સ ઓફ હેપીનેસના યુવાન મિત્રોએ આજે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી હતી. જેમાં બાળકો સાથે અલગ અલગ રમત પણ રમી હતી. તો બાળકોએ કરેલા ધ્યાન અને પ્રાર્થનાથી યુવાનો પણ અભિભૂત થયા હતા અને પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી.

સેવા વસ્તીના એટલે કે સ્લમ એરિયાના 70 જેટલા બાળકોને અલગ અલગ રમત રમાડી અને તેમના સાથે ભોજન કરીને ભુજના 28 જેટલા યુવાનો પોતાનો ફ્રેન્ડ્સડેની ઉજવણી કરી હતી. ભારતીય સંસ્કૃતિની પરંપરામાં જે કૃષ્ણ અને સુદામાનું પાત્ર આવે છે. જેની દોસ્તી જગજાહેર છે દોસ્તીમાં ફક્ત પ્રેમ હોય છે. કોઈ શરત હોતી નથી કોઈ એની કન્ડીશન નથી હોતી જે સમરસતાના એવા પાઠ આજે યુવાનો ભણ્યા હતા. અને બાળકો સાથે ઉજવણી કરી અને ભાવવિભોર બન્યા હતા. રમતોમાં ફુગ્ગા ગેમ, પાણીમાં તરતી દડીની હરીફાઈ, ઉભી ખોખો વગેરે રમતો રમ્યા હતા.

કેન્ટીનમાં ભેગા થઇ દર વખતે કાંઈ નવું કરવાની ખેવના સાથે મિટિંગમાં યુવાનોને એક વિચાર આવ્યો કે, વખતે ફ્રેન્ડશીપ ડેની અનોખી ઉજવણી કરીએ અને ભુજના ગાયત્રી શક્તિ પીઠમાં આવતા બાળકો સાથે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આમ કોલેજ જીવન માં રહેતા યુવાનો ને પણ એક અનોખી પહેલ કરીને ચેમ્બર્સ ઓફ હેપીનેસ માં લોકોને સુખી જોવાનો આનંદ માણતા એક યુવતીએ ભાવવિભોર સાથે પોતાના મંતવ્યો જી ન્યુઝ ની સામે વર્ણવ્યા હતા અને પોતે કેટલી ખુશ છે તેમજ સ્લમ  વિસ્તારના બાળકો પણ કેટલા ખુશ છે તે અંગે પણ વાત કરી હતી.

અન્ય યુવાનોમાં પણ કંઇ કરી છુટવાની તમન્ના હતી. જેને લઇને આજે જે કાર્યક્રમ કર્યો એના બાદ પણ આવા કાર્યક્રમો અવાર-નવાર કરવાની ઉત્કંઠા પણ વ્યક્ત કરી હતી. સંતોષી નર સદા સુખીએ ઉક્તિ પણ અહીં સાર્થક થતી હતી.  તો સ્લમ વિસ્તારના બાળકો કે જે આવી ફ્રેન્ડશીપ ડે જેવી પ્રવૃતિથી પોતાની અલગ પ્રવૃત્તિ કરતા હોય છે. છતાં પણ એમનામાં પણ દોસ્તી મિત્રતા અંગે કોઈ સ્વાર્થ વગરના વિચારો ધરાવતા હોય છે. એમને પણ ઘણું શીખવાનું મળ્યું એવી વાત બાળકોએ પણ કરી હતી.

(4:52 pm IST)