Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

જસદણના ગોખલાણાના રામેશ્વર મંદિરના મહંતે 7 વીઘા જમીન વનીકરણ માટે અર્પણ કરી દીધી

મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી

રાજકોટ: જિલ્લાના જસદણના ગોખલાણા ગામે શ્રી રામેશ્વર મંદિરના પટાંગણમાં યોજાયેલા ૬૯માં વન મહોત્સવમાં મંદિરના મહંતએ વિઘાા જમીન વનીકરણ માટે અર્પણ કરી હતી.રાજયના પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં વિંછીયા તાલુકાના જનડા ગામે તથા જસદણ તાલુકાના ગોખલાણા ગામે ૬૯માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઇ હતી.

  કુંવરજી બાવળીયાએ જનડા ખાતે યોજાયેલા તાલુકાકક્ષાના ૬૯માં વન મહોત્સવના કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, સાંપ્રત સમયમાં ગ્લોબલ વોર્મીગને કારણે પર્યાવરણીય અસમતુલાએ વૈશ્વીક સમસ્યા બની રહી છે. ત્યારે આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય અને તેમને શુધ્ધ અને સ્વાસથ્યપ્રદ વાતવરણ આપવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર તથા તેમના જતન અને સંવર્ધન અને આપણી સૌની નૈતિક જવાબદારી છે

   તકે પુર્વ ધારાસભ્ય અને ભાજપના જિલ્લા મહામંત્રી ડો. ભરત બોઘરાએ પર્યાવરણની અસમતુલા અને તેના ભયસ્થાનો વર્ણવી પર્યાવરણના સંતુલન માટે વૃક્ષોનું મહત્વ જણાાવતાં ઉપસ્થિત સૌને ગામો ગામ વન અને વૃક્ષ આચ્છાદીત વનો ઉભા કરવા ગામની પડતર જમીનો અને ખેતરોના સેઢે વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

(9:57 pm IST)