Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

કેશોદની બેંકના કર્મચારીઅે યુવતિ સાથે છેડતી કરતા ટોળાઅે બેફામ માર માર્યોઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી IFSL નામની બેંકમાં ફરજ બજાવતા કર્મચારીઅે યુવતિ સાથે છેડતી કરતા ટોળાઅે અેકત્ર થઇને આ કર્મચારીને માર મારતા ખળભળાટ મચી ગયો છે, જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

કેશોદના જલારામ મંદિર રોડ પર યુવતી સાથે છેડતીની બાબતે બેંકકર્મીને માર મરાયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકો એક યુવાનને માર મારી રહ્યા છે, અને કહી રહ્યા છે કે બહેન દીકરીઓની છેડતી કરે છે, તેમ કહી લોકો તેને માર મારી રહ્યા છે. એક વ્યક્તિએ તેને બરડામાં સોટી ફટકારતા નીચે બેસી જાય છે, ત્યારબાદ થોડી ઝાપટ, અને ધક્કા-મુક્કી પણ યુવાનને ખાવી પડે છે.

કહેવાય છે કે, ખેડૂતોને ધીરાણ આપતી એક બેંકનો કર્મચારી યુવતીની છેડતી કરતા ઝડપાઈ ગયો હતો, ત્યારબાદ લોકોએ તેને માર મારી સબક શીખવાડ્યો હતો. જોકે, લોકોની સમજાવટ અને યુવાન દ્વારા માફી માંગવામાં આવતા યુવક સામે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.

 

(6:32 pm IST)