Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

મોરબીના મહેન્દ્રનગરમાં સગીરાની છેડતી કરનાર બે શખ્સોનું પોલીસે સરઘર કાઢયું

તસ્વીરમાં છેડતી કરનાર શખ્સો માફી માંગતા નજરે પડે છે.(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)

મોરબી, તા.૬: મોરબીના મહેન્દ્રનગર ગામે સગીરાની છેડતીની ફરિયાદ બાદ પોલીસે  બે આરોપીને દબોચી જાહેરમાં સરદ્યસ કાઢી જાહેરમાં માફી મંગાવી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.

મોરબીના મહેન્દ્રનગર ગામની રહેવાસી સગીરા બજારમાં નાસ્તો લેવા ગઈ ત્યારે તેના જ ગામના રહેવાસી રજત હસમુખ પટેલ, નીખીલ પ્રવીણ સરડવા અને કુલદીપ જગદીશ વ્યાસ એ ત્રણ શખ્શોએ તેની છેડતી કરી હતી જેમાં આરોપી રજત પટેલે સગીરાનો હાથ પકડી બસ પાસે ધસડી હતી જયારે અન્ય બે ઇસમોએ હાથ પકડી છેડતી કરી હતી આ બનાવને પગલે મહેન્દ્રનગર ગામમાં રોષ વ્યાપી ગયો હતો બનાવને પગલે બી ડીવીઝન પોલીસે તુરંત આરોપીને ઝડપી લેવા કવાયત આદરી હતી  બી ડિવિઝનના પીઆઇ આર.કે. ઝાલા અને પીએસઆઇ એ.બી.જાડેજા સહિતની ટીમે રજત પટેલ અને કુલદીપ જગદીશ વ્યાસ એ બન્ને આરોપીઓને ઝડપી લીધા હતો અને આરોપીઓનું મુખ્ય બજારમાં સરદ્યસ કાઢવામાં આવ્યું હતું બંને આરોપીને જાહેરમાં સરદ્યસ કાઢી ફેરવ્યા હતા અને જાહેરમાં લોકોની માફી મંગાવી હતી સગીરાની છેડતી જેવી હરકત કરનાર આરોપીઓને આ રીતે કાયદાનું ભાન કરાવ્યું હતું.

(4:04 pm IST)