Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

દસાડામાં યુવકને માર મારતા ટોળુ પોલીસ મથકે દોડી ગયું : ૩ યુવક સામે ગુનો

 વઢવાણ, તા. ૬ : દસાડા ગામે રોહિતવાસમાં દિનેશ દેવજીભાઇ શ્રીમાળી સહિતના પરિવારજનો રહે છે જેમા એકાદ માસ અગાઉ દસાડાના ઇકાજીદિને દસાડામાં  દિનેશભાઇ શ્રીમાળીની દુકાનની બાજુમાં ઉભા રહેતા પપ્પુભાઇ પાઉભાજીવાળા સાથે ઝઘડો કર્યો હતો.

જેમાં દિનેશભાઇએ ઇકાજીદિને કહેલુ કે શા માટે ગરીબ માણસને હેરાન કરો છો અને અઠવાડીયા અગાઉ આ જ ઇકાજીદિન ગામમાં દિનેશભાઇ સામે કુલ સ્પીડે બાઇક લઇને આવતા બાઇક ધીમે ચલાવવાનું દિનેશભાઇએ ક હેતા ઇકામુદિને બોલાચાલી કરી હતી. જેનું મનદુઃખ રાખી ગામના જ બ્લોચ નવાજ ખોખર ઇલરાજીદીન અલી જનયા અને ખોખર શાબાઝ શબ્બીર ભાઇએ દિનેશભાઇની દુકાને જઇ ધાક ધમકી આપી માથામા પાઇપ ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેમાં દિનેશ દેવજીભાઇ શ્રીમાળીને ઇજાઓ થતા સારવાર અર્થ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતાં. જેથી દલિત સમાજનું ટોળુ પોલીસ સ્ટેશને દોડી જતા ૩ સામે ગુન્હો દાખલ કરાયો છે.

(4:04 pm IST)