Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

જેતપુરમાં તાલુકામાં દારૂ અંગેની રેડ કરી દેશી દારૂ સાથે ૩ ની ધરપકડ

 જેતપુર તા. ૬ :.. તાલુકાના વિરપુર ગામે ગામની સીમમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે વિરપુર પીએસઆઇ આર. ડી. ચૌહાણે સ્ટાફના પ્રેમજીભાઇ વિપુલભાઇ, જયેશભાઇને સાથે રાખી દારૂ અંગેની રેડ કરતા વાડીમાં દારૂ ગાળવાની ભઠ્ઠી ચલવાતો બુટલેગર ભરત મનજી શેખ તથા તેનો ભાઇ રામ (રહે. બન્ને દિલીપપરા વિરપુર) ને દારૂ ગાળવાના સાધનો તેમજ દેશી દારૂ સહિત રૂ. ૪૪૬પ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

જયારે અન્ય રેડમાં શહેર એક જાગૃત નાગરીકે એસ. પી. ને બાતમી આપેલ કે શહેરના ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતો દિપક કરશનભાઇ દેગડા નામનો શખ્સ તેના રહેણાંક મકાનમાં દારૂનો ધંધો કરતો હોય જે આધારે પીએસઆઇ આર. કે. ચાવડાએ સ્ટાફને સાથે રાખી દિપક દેગડાના રહેણાંક મકાનમાં દારૂ અંગેની રેડ કરતા દેશી દારૂ લીટર ૧ર૦ કિ. રૂ. ર૪૦૦ નો મળી આવતા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(4:03 pm IST)