Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

વેરાવળ ના અગ્રણી વેપારીના પૌત્રની એશીયા વર્લ્ડ મોડલ યુનાઈટેડ નેશનની કોન્ફરન્સમાં પસંદગી

વેરાવળ, તા.૬: સાઉથ કોરીયા માં કોન્ફરન્સ માં ગુજરાત માંથી એક માત્ર યુવાન નીપસંદગી ગીર સોમનાથ ના  વેરાવળ લોહાણા  સમાજના અગ્રણી તેમજ  વખારીયા બજારના વેપારી જમનાદાસ  દયાળજીભાઈ તન્નાના  પૌત્ર તથા દીનાબેન તથા  બીપીનભાઈના પુત્ર સંકેત તન્ના ઉ.ર૩ની એશીયા વર્લ્ડ મોડલ યુનાઈટેડનેશન ની કોન્ફરન્સમાં પસંદગી થતા ઠેર ઠેર થી અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.

 ઈન્ટરનેશનલ ગ્લોબલ નેટવર્ક દ્રારા  એશીયા વર્લ્ડ મોડલ યુનાઈટેડ નેશન(બધોગદ)દ્રારા કોન્ફરન્સ નું આયોજન તા.૧૧/૮/ર૦૧૮ થી તા.૧પ/૮/ર૦૧૮ પાંચ દિવસ સુધી સીઓલ (સાઉથ કોરીયા) ખાતે યોજાનારછે આ કોન્ફરન્સનો હેતુ સમગ્ર વર્લ્ડના ટેલેન્ટેડ યુવાનોને સીલેકટ કરી ડીપ્લોમેસી તેમજ ઈન્ટરનેશનલ ઈસ્યુ ઉપર ચર્ચાવિચારણ તેમજ ડીબેટ કરવામાં આવશે.

  આ  કોન્ફરન્સમાં  સમગ્ર વર્લ્ડ માંથી  માત્ર એક  હજાર  ટેલેન્ટેડ યુવાનોને  તેમની પ્રોફાઈલના આધારે પસંદ કરવામાં  આવેછે તેમજ વિષય આપી તેની ઉપર તેમના વિચારો ની કોન્ફરન્સમાં સ્પીચ  આપી  રજુ કરવાના  હોય છે તેમજ બધોગદમાં તે   વિચારો પેપર્સ દ્રારા  સબમીટ  કરવાના હોય  છે અને  તેના આધારેઠરાવો પાસકરવાના હોય છે.

 આ કોન્ફરન્સ એટેન્ડ કરવામાટે સમગ્ર  વિશ્વમાંથી  અંદાજીત ૧૦ હજાર થી વધારે એન્ટ્રી આવેલ હતી જેમાં પ્રોફાઈલના આધારે સમગ્ર ભારત ભરમાંથી આ કોન્ફરન્સમાં  માત્ર ૩  યુવાનોની  પસંદગી થયેલ છે જેમાં સંકેત તન્ના ની નાની ઉમરે  પસંદગી પામેલ છે જે સમગ્ર ગુજરાત માંથી માત્ર એકજ યુવાન હોય સમગ્ર લોહાણા સમાજ માટે ગૌરવનીવાત છે. આ  કોન્ફરન્સ માં સંકેત તન્ના ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (યુનાઈટેડ નેશન ઓફીસ ઓફ ડ્રગ્સ એન્ડ ક્રાઈમ) અંગેની સમસ્યાઓ  તેમજ નિરાકરણ  નો ચીતાર સમગ્ર વિશ્વસમક્ષરજુ કરવાનો છે

 સંકેત  બીપીનભાઈ  તન્ના  અગાઉ પણ  માત્ર ર૧ વર્ષની નાની  વયમાં સી.એ. ની પરીક્ષા પાસ કરેલ હતી અને હાલમાં  મુંબઈ ખાતે ખુબજ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ફરજ બજાવે છે  તેમજ તાજેતરમાં સંકેત તન્ના દ્રારા એક પુસ્તક (ફસ્ટ એન્ડ  ફોરમોસ્ટ) લખેલ હતી જે હાલમાંજ પ્રકાશીત થયેલ છે અને તે  ઓનલાઈન ખુબજ વેચાય રહેલ છે.

 વેરાવળના આ યુવાન  બહુમુખી પ્રતિભા ધરાવતા સંકેત   તન્ના સમગ્ર વિશ્વ લેવલે સીલેકટ થઈ લોહાણા  સમાજનું  ગૌરવ  વધારેલ છે  અને આ કોન્ફરન્સ માં હાજરી આપવા તા.૯/૮/ર૦૧૮ના રોજ મુંબઈ થી સીઓલ(સાઉથ કોરીયા) જવા રવાના થશે.

આ માં આતંરરાષ્ટ્રીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે જેથી ગુજરાત અને ભારત માટે આ કોન્ફરન્સ યાદગાર બની રહેશે.

(4:02 pm IST)