Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

પ્રભાસપાટણ વિસ્તારમાં જુગારના બે દરોડા દોઢ લાખનો મુદામાલ ૧૩ આરોપીઓ ઝડપાયા ૧ ફરાર

વેરાવળ, તા.૬: પ્રભાસપાટણ શિતળા માતાના મંદિર માં આવેલ હારૂન સીદી મલેકના રહેણાંક વિસ્તારમાં જુગાર રમતો હોય તેવી બાતમી મળતા પોલીસ સ્થળ ઉપર જવા નિકળેલ ત્યારે જુગારીઓ દ્રારા રોડ ઉપર એક બાતમી દાર ને રાખેલ તેને પહેલા પોલીસે ઝડપી લીધેલ અને પોલીસ વાડીમાં પહોચેલ હતી ત્યારે જુગાર રમતા રમેશ ડાયા વાજા,હીરોન નરોતમ માણેક,ચીમન લખમણ ગોહેલ,કમલેશ પરસોતમ સોલંકી,કુમાર નાથા ગઢીયા દોડી ને ભાગવા જતા હતા તે પકડાય ગયેલ હતા અને વિનોદ નારણ વાજા સ્થળ ઉપરથી નાશી ગયેલ હતો પોલીસે રૂ.૪૧૦૭૦ પતા સાથે તમામ આરોપીની ધરપકડ કરેલ હતી.

મોરાજ ગામે રહેણાંક વિસ્તારમાં જુગાર રમી રહેલા રમેશ વરજાંગ રાઠોડ,કરશન વરજાંગ રાઠોડ,ભીમા પુજા સોદરવા,બોધડ દેવા પંડીત,જેસીગ વરજાંગ રાઠોડ,કનક ગોપાલ રામકબીર,કાના જીવા વાજા, સુફીયાન સુલેમાન મલેક ને રોકડા રૂ.૩૪૧ર૦ મોટરસાઈકલ નંગ ૪ રૂ.૭૦,૦૦૦ કુલ રૂ.૧,૦૪,૧ર૦ સાથે ઝડપી લીધેલ હતા.

(4:00 pm IST)