Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ગોંડલ પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર કનેકશન આપવાની જાહેરાત બાદ વાસ્તવિકતા જુદી

ગોંડલ તા.૬: બે વર્ષથી ભુગર્ભ ગટરની અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનો નાખેલ છે જેને હવે દરેક ઘરોમાંથી નીકળતી ગટરનાં કનેકશન આપવાનું કામ અટકયું છે તે કામ હવે ગોંડલ નગરપાલિકા દ્વારા જાહેરાતો કરવામાં આવી કે દરેક લોકોએ પોતાના ઘરની ગટરનાં કનેકશન પોતાની રીતે ભુગર્ભ ગટરમાં આપી દેવા.

આવા ફતવાથી લોકો પણ મુંઝવણમાં મુકાઇ ગયા છે.

ભુગર્ભ ગટરમાં કનેકશન આપવાનું કામ ખરેખર સુધરાઇ દ્વારા તેના અનુભવી કોન્ટ્રાકટરો દ્વારા કામ કરવામાં આવેલી વ્યવસ્થિત થાય આ કામગીરી સુધરાઇ અથવા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવે તેવી માંગણી અને ચોમાસા પહેલા આ કામગીરી પુરી કરાવી શહેરની ગટરોમાં ઉભરાતી ગંદકી દૂર થાય અને કરોડો રૃપ્યિાનો ખર્ચ ભુગર્ભ ગટરની કામગીરીને ઉપયોગ થાય તેવી લોકોમાં માંગણી ઉઠી છે.

(12:12 pm IST)