Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

જામજોધપુરમાં જૂગાર રમતી પ મહિલાઓ ઝડપાઇ

જામજોધપુર તા. ૬ :.. જામજોધપુરનાં ખાંટ શેરી વિસ્તારમાં જૂગાર રમતી પ મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે.

જામજોધપુર પોલીસ સ્ટેશનનાં પી. આઇ. જે. ડી. પરમાર, મંજૂબેન રામભાઇ બેરા, વી. ડી. રાવલીયા, સહિતનાએ દરોડો પાડયો હતો.

જેમાં જૂગાર રમતા બદલી ઓદડભાઇ રાઠોડ, ચેતના હર્ષદભાઇ ઘેટીયા, દક્ષા દેવેન્દ્રભાઇ ઘેટીયા, હંસા નવીનભાઇ ચૌહાણ, ગીતા વિનુભાઇ કવૈયા, જુગાર રમતા રૃા. ૧૦,પ૭૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

(12:03 pm IST)