Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

કોડીનારના પણાદરની સીમમાં દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

કોડીનાર, તા. ૬ : કોડીનાર પોલીસમાં ડી-સ્ટાફમાં ફરજ બજાવતા કિશોરબાપુએ નાસી જનાર દીપક જગમાલ વાળા રે. પણાદર તથા ત્રણ અજાણ્યા ઇસમો ઉપર ગુનો નોંધેલ. પોલીસ દફતરેથી મળતી વિગત મુજબ ગઇરાત્રીના બારેક વાગ્યે કિશોરબાપુ, રમેશભાઇ, અસ્પાકભાઇ, કૌશિકભાઇ સહિતનો પોલીસ કાફલો પેટ્રોલીંગ હતો.

ત્યારે પણાદર ગામના અમુક ઇશમો પણાદર ગામની સીમમાં ચારનાળા પાસે ગોમાન નદીના કાંઠે પડતર જમીનમાં ગેરકાયદે દેશી દારૃની ભઠ્ઠી ઝડપી પાડી છે. જેમાં દીપક જગમાલ વાળા રે. પણાદર વાળાને  તથા અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. કોડીનાર પોલીસે દેશી દારૃ ભરેલ કેન નંગ ૩, દારૃ લીટર ૬૦, પતરાના ૭ ડબામાં આથો લીટર ૧૦પ, પ્લાસ્ટીકના ૭૦ કેનમાં ૧૪૦૦ લીટર આથો, ગેસના બાટલા નંગ-૪, ચુલા નંગ-૩, વિગેરે કુલ રૃા. ૮૩૦પનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. (૮.૮)

(12:02 pm IST)