Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

જામજોધપુર ખાતે ૬૯મો વન મહોત્સવ ઉજવાયો

 તા. ૪-૮-૧૮ને શનિવારના રોજ જામજોધપુર તાલુકાના સામાજિક વનીકરણ રેન્જ એસ.એફ. દ્વારા મધર ટેરેસા સ્કૂલ જામજોધપુર મુકામે ૬૯માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં જામજોધપુરના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પ્રમુખશ્રી શાળાના આચાર્યશ્રી તથા વનાધિકારીશ્રીઓના હસ્તે દીપ પ્રાગટય, વૃક્ષારોપણ, વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓને વૃક્ષો આપી 'વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો' તરફ ગતિમાન કરેલ.

(11:59 am IST)