Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

જેતપુર પાસે ગોંડલના વેપારીને લૂંટી લેનાર ચાર શખ્સોને રૃરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા

દેણુ વધી જતા યાર્ડમાં મજુરી કામ કરતા વિજયે મિત્રો સાથે મળી લુંટનો પ્લાન ઘડયો'તો : એલસીબીના ઇન્ચાર્જ આઇ.જે.એમ. ચાવડાની ટીમને સફળતા : ૯૩,૪૦૦ની રોકડ સહિત ૧.૫૯ લાખનો મુદ્દામાલ કબ્જે : દેણુ વધી જતા યાર્ડમાં મજુરી કામ કરતા વિજયએ લૂંટનો પ્લાન ઘડયો'તો

તસ્વીરમાં પકડાયેલ ચારેય શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા. ૬ : જેતપુર પાસે છ દિ' પૂર્વે ગોંડલના વેપારીને લૂંટી લેનાર ચાર શખ્સોને રૃરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા. ગોંડલ યાર્ડમાં મજુરી કરતા શખ્સે કડકાઇ દુર કરવા મિત્રો સાથે મળી લુંટનો પ્લાન ઘડયાનું બહાર આવ્યું છે.

રૃરલ એસ.પી. બલરામ મિણાની સુચનાથી રૃરલ એલસીબી પીઆઇ જે એમ ચાવડા પીએસઆઇ એમ આર ગોંડલીયા પો.હેડ.કોન્સ.બ્રિજરાજસિહ જાડેજા.રવિભાઈ બારડ.અનિલભાઈ ગુજરાતી.અમિતભાઇ. કનેરીયા તથા પો.કોન્સ.રહીમભાઇ દલ.મયુરસિંહ જાડેજા.મનોજભાઈ બાયલ સહિતનો સ્ટાફ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનનાં વણ શોધાયેલ લુંટ ના ગુન્હાની તપાસ માં હતાં તે દરમિયાન જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામનાં પાટીયા પાસે હાઇવે રોડ પર આવતા બાતમી રાહે ચોક્કસ હકીકત મળેલ કે ઉપરોકત લુંટ કરેલ ચાર આરોપીઓ બે મોટર સાયકલ માં જેતપુર તરફ આવી રહ્યા છે. તેવી ચોકકસ હકીકત મળતાં તુરંત જ સ્ટાફ દ્વારા વોચમાં રહેતા બંને મોટર સાયકલ ઉપર ચાર ઇસમો નીકળતા રોકી ચારેય ઇસમોને ઝડપી તેઓના નામ ઠામ પુછપરછ કરતા

(૧) વિજય ઉફે.પ્રવિણ ઉફે.પલો સ.ઓ.ભીખાભાઈ ભાણાભાઇ ભાષા.જાતે.અનુ.જાતિ.ઉ.વ ૩૫ ધંધો.ડ્રાઇવીગ .રહે.મેંદપરા તા.ભેંસાણ જી.જુનાગઢ  (૨) જીતેન્દ્ર ઉફે.જીતુ સ.ઓ.હેમંત જીવાભાઈ ભરાડીયા જાતે.અનુ.જાતિ ઉ.વ.૨૫ ધંધો.ડ્રાયવીંગ રહે ભેંસાણ તા.ભેંસાણ જી.જુનાગઢ.મુળ કુતિયાણા જી.પોરબંદર (૩) રાજદિપ સ.ઓ.પ્રવિણભાઈ પોપટભાઈ નિરંજની જાતે.રામાનંદી બાવાજી ઉ.વ. ૨૨ ધંધો. ડ્રાયવીંગ (૪) ધર્મેશ ઉફે.ધમો સ.ઓ.ગિરીશ મગનભાઈ ચાવડા જાતે.મોચી ઉ.વ.૨૫ ધંધો. ડ્રાયવીંગ રહે.ભેંસાણ તા.ભેંસાણ જી.જુનાગઢ હોવાનું જણાવેલ હતું.

આ ચારેય શખ્સોએ જેતપુર તાલુકા ના દેવકી ગાલોલ રોડ ઉપર રણુજા મંદિર નજીક બાબભાઇ નામનાં ગોંડલ ના ખાંડ ના વેપારી પાસેથીં રોકડ.રૃપિયાની લુંટ કરેલ ની કબુલાત કરેલ હતી. પોલીસે મજકુર ચારેય ઈસમો પાસેથી મળી આવેલ કુલ રોકડ રૃ.૯૩.૪૦૦ તથા મોબાઈલ નંગ-૫ કિ. રૃ.૧૬૦૦૦ તથા મોટર સાયકલ વાહન નંગ-૨ કિ.રૃ.૫૦૦૦૦ મળી કુલ રૃ.૧.૫૯.૪૦૦નો મુદામાલ ગુન્હાના કામે કબ્જે કરી ચારેયને જેતપુર તાલુકા પોલીસના હવાલે કરાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ ચાર પૈકી બે શખ્સો ગોંડલ યાર્ડમાં મજુરી કરે છે અને વિજય નામના શખ્સે લૂંટનો પ્લાન ઘડયો હતો. ચારેયએ દેણુ વધી જતા લૂંટનો પ્લાન ઘડયો હતો.(૨૧.૧૬)

(11:54 am IST)