Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મોરબીના ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમા નિમણુક.

ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (મહિલા) ના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક થતા તેમના પર અભિનંદન વર્ષા

મોરબીના ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (મહિલા) ના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક થતા તેમના પર  અભિનંદન વર્ષા થઇ રહી છે.
તેઓએ પહેલા પ્રદેશ કોંગ્રેસ મંત્રી તરીકે  સુંદર કામગીરી કરી હતી ત્યાર બાદ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ સુંદર કામ ગિરી કરી હતી તેઓના દાદા પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને તેમનું સન્માન જવાહર લાલ નહેરુ દ્વારા કરવામાં આવેલ હતું . તેમના પિતા પણ કોંગ્રેસ પાર્ટીના વફાદાર કાર્યકર્તા છે. તેઓ પણ પ્રદેશ મંત્રી તરીકે કામગિરી કરી ચુક્યા છે. તેઓ ઓલઇન્ડિયા કોંગ્રેસ સમિતિ તરફથી અન્ય રાજ્યોમાં પ્રભારી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. આમ તેઓને કોંગ્રેસના સંસ્કાર વારસામાં મળ્યા છે. ક્રિષ્નાબેન સાયન્સ ગ્રેજ્યુએટ છે. તેઓએ માસ્ટર ડીગ્રી પણ મેળવેલ છે. તેઓ એ એલ એલ બી. કરીને એડવોકેટ ની ઉપાધિ પણ મેળવેલ છે. તેઓ સારા સામાજિક કાર્યકર પણ છે. મહીલા અગ્રણી તરીકે સામાજિક સંસ્થાઓ સાથે મળી અનેક સમાજ ઉપયોગી કાર્યો કરી રહ્યા છે.

(11:11 pm IST)