Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

જેતપુરમાં લીફટ માંગી યુવાનને છરીની અણીએ અવાવરૃ જગ્યાએ લૂંટી લેવાયો

અવાવરૃ જગ્યાએ ઉભેલા અન્ય ૬ સાગ્રીતો સહિત ૭ શખ્સો સોનાનો ચેઇન-મોબાઇલ લૂંટી નાસી છૂટયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૬ :.. શહેરના ભાદરના સામાકાંઠા વિસ્તારમાં કારખાનામાં કામ કરતા યુવાનને લીફટ આપવાનું કહી અવાવરૃ જગ્યાએ લઇ જઇ સાત શખ્સોએ છરીની અણીએ યુવાનને ધમકી આપી મોબાઇલ તથા સોનાના ચેનની લૂંટ ચલાવી નાસી છૂટયા હતાં.

બનાવની વિગત એવી છે કે તાલુકાના  સેલુકા ગામે રહેતા ચીરાગભાઇ કાંતીભાઇ  રાદડીયા (ઉ.ર૮) વાળા શહેરના ભાદરના સામાકાંઠે આવેલ જનકલ્યાણનગરમાં નેશનલ કોમ્પ્યુટર નામના કારખાનામાં સી. સી. ટીવી કેમેરા રીપેરીંગ તથા સીડી પ્રીન્ટીંગ ડીઝાઇન મશીનના રીપેરીંગનું કામકાજ કરતા હોય ગઇકાલે શેઠે શ્રધ્ધા આર્ટ નામનાં કારખાનામાં મશીન રીપેરીંગ કરવા મોકલતા તે પરત આવતા હતા ત્યારે એક શખ્સે બાઇક ઉપર લીફટ આપવા ઇશારો કરતા ચીરાગભાઇએ તેને પાછળ બેસાડી પુછેલ કે કયાં જવુ છે.  જેથી તે શખ્સે કહેલ કે હું અજાણ્યો છું ખોડે આગળ ઉતારી દેજો તેમ કહી તથા આગળ જતા તે પાછળ બેઠેલ અજાણ્યા શખ્સે છરી કાઢી ચીરાગભાઇને ધમકી આપી ફીલ્ટર પ્લાન્ટ નજીક અવાવરૃ જગ્યાએ લઇ ગયેલ ત્યાં અન્ય છ શખ્સો ઉભા હોય, છરી બતાવી મારી નાખવાની ધમકી આપી તેના પાસેથી સેમસંગનો મોબાઇલ, તેમજ સોનાનો દોઢ તોલાનો ચેન મળી કુલ રૃા. ૬૦,૦૦૦ ની લૂંટ કરી ચીરાગભાઇને કહેલ કે ચાલતા કારખાને અમે આવીએ છીએ તારા શેઠ પાસેથી રૃપિયા લઇ લે જે તેમ કહી સ્પેન્ડર મો. સા. તેમજ એકટીવા ઉપર સાથે શખ્સો પાછળ આવતા નાસી છૂટેલ હતાં.

ચીરાગભાઇએ પીછો કરતા સ્પેન્ડરના નંબર જીજે-૦૩-બીસી-૪૪૮૬ ધ્યાને આવતા શહેર પોલીસમાં ફરીયાદ નોંધાવતા જણાવેલ કે સાતે શખ્સો રપ થી ૩૦ વર્ષની ઉમરના પાતળા બાંધાના હતી. જેમાંથી એકે લાલ ટી-શર્ટ અને પેન્ટ પહેરેલ હતુ. જેથી શહેર પોલીસે સાતે શખ્સો વિરૃધધ આઇપીએસ ૩૯૭, ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

કારમાંથી દેશી દારૃનો

જથ્થો પકડયોઃ ચાલાક છું...

શહેર પોલીસ તેમજ એલસીબી રૃરલ નો સ્ટાફ ગત રાત્રીની લૂંટના આરોપીઓને પકડવા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભાદરના સામાકાંઠા વિસ્તારમાં વેગન આર કાર શંકાસ્પદ જણાતા તેને રોકવા જતા તેનો ડ્રાઇવર વિજય કાંતીભાઇ વેગડાએ કાર પુર સ્પીડે ભગાડી  અવાવરૃ જગ્યાએ મુકી નાસી છૂટેલ પોલીસે કારની તલાસી લેતા કારમાંથી દેશી દારૃ લીટર પર૦ કિ. ૧૦,૪૦૦ નો મળી આવતા કાર તથા દારૃ મળી કુલ રૃ. ૧,૧૦,૪૦૦ નો મુદામાલ કબજે કરી વિજય કાંતીલાલ વેગડા વિરૃધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:51 pm IST)