Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

જામનગરમાં છોટા હાથીમાંથી સાડા ત્રણ લાખનો દારૂ કબ્‍જે

જામનગર, તા.૬: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. નટવરભાઈ લાલજીભાઈ કાગડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, વોરાના હજીરા પાસે, નાગેશ્‍વર જતા રોડ પર એસ.આઈ.બી. પ્રોવીઝન સ્‍ટોર નામની દુકાનની બાજુમાં આરોપી દિનેશભાઈ શશીકાન્‍તભાઈ વજાણી એ છોટા હાથી જી.જે.-૦૧-જે.ટી-૦૦૩૯ માં બોટલ નંગ-૬૪૭ જેની કિંમત રૂ.૩,રપ,પ૦૦/- તથા બીયર ટીન નંગ-૧૪૪ જેની કિંમત રૂ.૧૮,૦૦/- તથા છોટા હાથીની કિંમત રૂ.૧,પ૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન કિંમત રૂ.૮પ૦૦/-મળી કુલ રૂ.પ,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ઈકબાલ ઉર્ફે બાઠીયો ઉમર નાયક, સંજય ઉર્ફે શકાભાઈ, રે. જામનગરવાળા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ ઝડપાયા- બે ફરાર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રવિભાઈ ગોવિંદભાઈ શર્માએ ફરીયાદ નોંધાવી છેકે, આરોપી રવિકુમાર હરીરામ બીસનોઈ એ પોતાની કબ્‍જાની ગ્રે કલરની હીરો હોન્‍ડા મોટરસાયકલ જેના રજી.નં. યુ.પી.-પ૩-બી.વી.-૬૦૭૩ જેની કિંમત રૂ.ર૦,૦૦૦/-માં ઈંગ્‍લીશ દારૂ ની બોટલ નંગ -૧ર, કિંમત ૬૦૦૦/- તથા પોતાના કબ્‍જાના મકાનમાં ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૦ કિંમત રૂ.પ૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૩૧,૦૦૦/- તથા  રાહુલ સામલાલ બીસનોઈ એ જોધપુરથી લઈ આવી રેઈડ દરમ્‍યાન બંને આરોપી ઝડપાઈ ગયેલ છે.

પરણિતાને દુઃખ ત્રાસ

અહીં નાગનાથ ગેઈટ, અંબાજી ચોક હર્ષદ ડેરી પાસે રહેતા રીટાબેન અશોકભાઈ મઘોડીયા તે લક્ષ્મણભાઈ માધવજીભાઈ નકુમ, ઉ.વ.૩૦ એ મહિલા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, લગ્નબાદ ત્રણ માસથી સને ર૦૧૪ ના મે માસ સુધી અવાર નવાર વાકાનેર મુકામે આરોપીઓ પતિ- અશોકભાઈ વાલજીભાઈ મઘોડીયા, સસરા- વાલજીભાઈ મઘોડીયા, સાસુ- જમનાબેન વાલજીભાઈ મઘોડીયા, ડેર- ચમનલાલ ઉર્ફે રાજુ વાલજીભાઈ મઘોડીયા, દેરાણી-જયોતિબેન ચમનલાલ ઉર્ફે રાજુ વાલજીભાઈ મઘોડીયા, નણંદ- અનિતાબેન વાલજીભાઈ મઘોડીયાએ ફરીયાદી રીટાબેનને લગ્નજીવન દરમ્‍યાન ખોટી રીતે ઝઘડાઓ કરી ગાળો કાઢી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

બાલંભડી નાકા પાસે દારૂની ૪૩ બોટલ બે  ઝડપાયા

કાલાવડ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જીતેનભાઈ હરેશભાઈ પાગડાર એ ફરીયાદ નોંધાવી છે કે, સીનેમા રોડ, બાલંભડી નાકા પાસે આરોપીઓ દિલીપસિંહ બળવંતસિંહ પરમાર, જીગરભાઈ કિશોરભાઈ માંડલીયા એ પોતાના હવલાની આઈ-ર૦ -ર૦ કાર જેની કિમત રૂ.૩,૦૦,૦૦૦/માં દારૂની બોટલ નંગ-૪૩ જેની કિંમત રૂ.ર૧,પ૦૦/ તથા મોબાઈલ નંગ-ર, કિંમત રૂ.૪૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૬૧,પ૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:43 pm IST)