Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ખંભાળીયાના બેહ-બારા ગામે આવેલ ઢાંઢાવાળી નદીના પટમાં આરોગ્‍ય કર્મી અટવાઈ ગયો

બેહ ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા રેસ્‍કયુ કરવામાં આવ્‍યું

ખંભાળીયા,તા.૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. દ્વારકા જિલ્લામાં હાલ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્‍યારે બેહ અને બારા ગામ વિસ્‍તારમાં ભારે વરસાદ થયો હતો. માત્ર બે કલાકમાં ચાર થી છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્‍થાનિક નદી નાળાઓમાં પાણીના પુર જોવા મળ્‍યા હતા. જેમાં ઢાંઢાવાળી નદીમાં ભારે પુર આવ્‍યું હતો. ખંભાળીયા તાલુકાના બેહ-બેરાજા આરોગ્‍ય સેન્‍ટરમાં કામ કરતા કર્મી  બપોરના સુમારે બારા આરોગ્‍ય પ્રાથમિક કેન્‍દ્ર તરફથી બેહ આવી રહ્યા હતા ત્‍યારે બેહ-બારા ગામ વચ્‍ચે આવતી ઢાંઢાવાળી નદીના પટમાં પાણીના પ્રવાહમાં અટવાઈ ગયેલ આ બાબતે જુંગીવારા ધામે જતા વટેમાર્ગુને જાણ થતાં ગ્રામજનોને જાણ કરવામાં આવતા બેહ ગામના સરપંચ પ્રવીણભાઈ ગઢવી સહિત આગેવાનો દ્વારા ટ્રેક્‍ટર, નાળા લઈ સ્‍થળે પહોચ્‍યા હતા. અને ગ્રામજનોની કલાકો જહેમત બાદ આરોગ્‍ય કર્મીને સહી સલામત બચાવી લેવાયો હતો. આમ જિલ્લા કન્‍ટ્રોલ રૂમને પણ સ્‍થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી. પરંતુ સ્‍થાનિક ફાયરની ટીમ અડધા રસ્‍તે પહોંચે તે પહેલાં જ ગ્રામજનો દ્વારા કલાકોની જહેમત બાદ બચાવ કામગીરી હાથ ધરીને આરોગ્‍ય કર્મી અક્ષયભાઈને હેમખેમ બચાવી લેવાયો હતો.

(1:54 pm IST)