Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ધ્રોલ પાસે ક્રેટાકાર પાછળ ક્રેટા કાર અથડાતા ભોગાતના ચાલકનું મોત

જામનગર-ધ્રોલ, તા.૬: ધ્રોલ ગામે રહેતા હિતેશભાઈ મનસુખભાઈ ભોજાણી, ઉ.વ.૩૬ એ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે,  આરોપી કાનાભાઈ માંડણભાઈ સુવા, રે. ભોગાત ગામ વાળો પોતાની ક્રેટા કાર જેના રજી.નં. જી.જે.-૧૦-સી.જી.-૭૪૪૭ માં પુરઝડપે ચલાવી ગફલતભરી રીતે પાછળથી આવી ફરીયાદી હિતેશભાઈની ક્રેટા કાર જી.જે.-૧૦-ડી.ઈ.-પ૮૮૭ ના ડ્રાઈવર સાઈડના પાછળના ખુણાથી પાછળના દરવાજા સુધીના ભાગે ભટકાડતા એકસીડન્‍ટ કરી પોતાના શરીરે નાની મોટી તથા માથાના ભાગે ગંભીર ઈજા કરી પોતે પોતાનું મોત નિપજાવી ગુનો કરેલ છે.

રાજકોટ જામનગર હાઇ-વે રોડ પર જાયવા પાટીયાથી ૨૦૦ મીટર ધ્રોલ તરફ  અકસ્‍માત થયો છે હિતેશભાઇ પટેલ ઉ.વ.૩૬ ધંધો.હોટલ રહે.ગજાનંદ સોસાયટી, ખારવા રોડ, એ() પી.વઘોરા, ડી.એમ.જાડેજા  પો.હેડ કોન્‍સ. ધ્રોલ એ ચાલક કાનાભાઇ સામે કલમ ૨૭૯.૩૦૪(અ) એમ.વી.એક્‍ટ કલમ-૧૭૭.૧૮૪ મુજબ ગુન્‍હો કર્યા બાબત પીએસઆઇ એમ.આર.સવસેટાએ તપાસ હાથ ધરી છે.

(1:51 pm IST)