Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વિસાવદર પોપટડી નદીમાં મગરથી કાંઠાના રહેવાસીઓમાં ફફડાટ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૬:  વિસાવદરમાં સતત મેઘાવી માહોલ વચ્‍ચે છાંટા-ઝાપટા અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્‍યારે ગઈકાલે વિસાવદર શહેરની મધ્‍યમાં આવેલી પોપટડી નદીમાં મગર હોવાની વાતો વાયુવેગે પ્રસરતા આ નદી કાંઠા વિસ્‍તારમાં વસવાટ કરતા રહેવાસીઓ અને ચાલીને નદીમાંથી પસાર થતા રાહદારીઓમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.વહીવટી તંત્ર આ મગર પકડવાની દિશામાં ત્‍વરિત પગલાં લ્‍યે તેવી લોકમાંગણી બુલંદ બની છે.

પાલિકાને લાયન્‍સ

ક્‍લબનો સહયોગ

લાયન્‍સ કલબ વિસાવદરના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્‍ટ્રીકટ ચેરપર્સન લાયન ભાસ્‍કરભાઈ જોશીનાં માર્ગદર્શન હેઠળ વિસાવદર લાયન્‍સ કલબનાં પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા,સેક્રેટરી રમણીકભાઇ ગોહેલ, ટ્રેઝરર ભાવેશભાઈ પદમાણી વિગેરેએ નગરપાલિકા-વિસાવદરના કર્મચારીઓની રૂબરૂ મુલાકાત કરી નગરપાલિકા વિસ્‍તારમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનાં નિયમની અમલવારી કરાવવી જે અંતર્ગત  લોકો તેમજ વેપારી ભાઈઓને નગરપાલિકા કર્મચારી સાથે સંકલનમાં રહીને લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા કાપડ ની થેલી મર્યાદિત સંખ્‍યામાં લોકો તેમજ વેપારી ભાઈઓ સુધી પહોંચાડવા નું નક્કી કરવામાં આવેલ તેમજ સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક પ્રતિબંધનાં નિયમનું પાલન કરવા સૌને માર્ગદર્શન આપવાનું નક્કી કરવામાં આવ્‍યું હતુ.

(1:30 pm IST)