Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

જીરા ગામે ૪ લાખના ખર્ચે બનેલ કોજવેમાં ભ્રષ્‍ટાચાર

સાવરકુંડલા, તા. ૬:  જીરા ગામે રૂપિયા ૪ લાખના ખર્ચે બનાવવા માં આવેલ તેમાં માત્ર રૂપિયા ૨ લાખનું જ કામ કર્યું હોય તેથી તપાસ કરી થયેલ ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડવા લોક માંગ ઉઠવા પામી છે

 ૨ લાખ એ ટી વી ટી ના અને ૨ લાખ આયોજન માંથી એમ કુલ ચાર લાખ ના ખર્ચે  બાપા સીતારામ ના ઓટા પાસેથી સરખાના માર્ગે માં કુલ રૂપિયા ૪ લાખ ના ખર્ચે કોજવે બનાવવા નું કામ મંજુર થયેલ હતું પુરા ૪ લાખ નું કામ કરવા નો વર્ક ઓડર પણ આપવામાં આવેલ છે અને એગ્રીમેન્‍ટ પણ કરેલ છે તેમ છતાં રે કોજવે બનાવવામાં માપ સાઇજ ટૂંકી કરી ૪ લાખના કામમાં માત્ર રૂપિયા ૨ લાખનું કામ કરવામાં આવેલ છે ત્‍યારે તે કોજવે ના કામની પુરે પુરી તપાસ કરી પછી જ બિલ ચૂકવામાં આવે તેવી માંગ સાથે ઊચ્‍ચ કક્ષાએ રજુઆત કરવા માં આવેલ છે ભ્રષ્ટાચાર વ્‍યક્‍ત કામ ગિરી ની તટસ્‍થ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર નો -દાફશ કરવા માં આવે તેવી ગ્રામજનોમાંથી મેગ ઉઠવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય એ વાતનું છે કે અગાઉ પણ હરરાજી કર્યા વગર પાણીનો ટાકો પાડવા આપી દેવામાં આવેલ હતો તેમ પણ ભ્રષ્ટાચાર થયેલ હતો તેની પણ તપાસ ની માગણી કરેલ છે   જીરા ગામ ધણી વાર વિવાદ માં રહેલ છે ભ્રષ્ટાચાર યુક્‍ત કામગીરી કરવાની વાતને માનનારા આ કોજવે અને પાણી ન ટાકા બાબતે તપાસ કરી દૂધ નું દૂધ અને પાણીનું પાણી કરી બતાવે તો સાચા તંત્ર નહીંતર મોઢા તેવી પણ ચર્ચા એ જોર પકફીયું છે.

(1:29 pm IST)