Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ધોરાજીની સરકારી પ્રાથમિક શાળા નં-૨ બની આધુનિક શાળા

ધોરાજી, તા. ૬ : છેવાડા વિસ્‍તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા જે ખાનગી શાળાઓથી વધુ સુવિધાઓ ધરાવતી શાળા છે. આ શાળામાં ગરીબ અને પછાત વર્ગના બાળકોને નિઃશુલ્‍ક પણે આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. અહીં અભ્‍યાસ કરતા બાળકો દેવું રાઠોડ, સાહિલ વાઘેલા, હિરલ રાઠોડના  કહેવા મુજબ પ્રાથમિક શિક્ષણ માટે ખાનગી શાળામાં  પ્રવેશ મેળવવાનો વ્‍યાપ વધ્‍યો છે જેને વચ્‍ચે ધોરાજીના પછાત વિસ્‍તાર એવા ફરેણી રોડ પર આવેલ શાળા નંબર ૨ સરકારી પ્રાથમિક શાળા એટલી આધુનિક પદ્ધતિ થી શિક્ષણ આપે છે કે જેમાં ખાનગી શાળામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં અભ્‍યાસ તરફ વળ્‍યા છે.

રાજ્‍ય સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા આ શાળા ને આધુનિક બનાવવામાં આવી છે. અહીં બાળકો ૧ થી ૮ ધોરણ સુધીનો અભ્‍યાસ કરે છે. બાળકોને ભણવા માટે બ્‍લેક બોર્ડની જગ્‍યાએ સ્‍માર્ટ બોર્ડ પર શિક્ષણ આપવામાં આવે છે. દરેક ક્‍લાસ રૂમમાં પ્રોજેક્‍ટર લગવવામાં આવ્‍યા છે.

આચાર્ય નિલેશ મકવાણાના કહેવા મુજબ  ઝૂંપપટ્ટીમાં રહેતા બાળકોને સારું શિક્ષણ મળે એવા હેતુ થી પછાત વિસ્‍તારની શાળાને આધુનિક સાધનોથી સજ્જ બનાવવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષ માં સરકારી શાળા નંબર ૨ માં વિદ્યાર્થીઓની સંખ્‍યા માં સતત વધારો થતો જોવા મળ્‍યો છે.અહીંયા બાળકોને જ્ઞાન સાથે રમત ગમ્‍મત અને કરાટેની પણ તાલીમ આપવામાં આવે છે. તાલુકા શિક્ષણ અધિકારી કાજલ બહેન જાનીએ પત્રકારો સમક્ષ વાતચીતમાં જણાવેલ હતું કે શાળાના શિક્ષકોની કામગીરીને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રસિક ભાઇ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ નીતા બેન ચાવડા, સામાજિક અગ્રણી દિનેશભાઈ વોરા, વાલજીબાપા માલકીયાએ  બિરદાવી છે.

(1:22 pm IST)